settings icon
share icon
પ્રશ્ન

મૃત્યુ પછી શું થાય છે?

જવાબ


ખ્રિસ્તી વિશ્વાસની અંદર, મૃત્યુ પછી શું થાય છે તે વિષયમાં ઘણી ગૂંચવણ છે. કેટલાંક લોકો એવું માને છે, કે દરેક વ્યક્તિ છેલ્લા ન્યાય થયા સુધી “સુતેલી” અવસ્થામાં રહે છે. તેના પછી દરેકને સ્વર્ગ અથવા નરકમાં મોકલી દેવામાં આવે છે. જ્યારે બીજા લોકો વિશ્વાસ કરે છે કે મૃત્યુ થવાના સમય પર જ, લોકોનો તરત ન્યાય થઈ જાય છે અને તેઓને અનંતકાળના ગંતવ્ય તરફ મોકલી દેવામાં આવે છે. પરંતુ હજી કેટલાંક લોકો જે એવો દાવો કરે છે કે જ્યારે લોકો મૃત્યુ પામે છે, તો તેઓની આત્માઓ/પ્રાણોને અંતિમ સમયમાં ફરીથી સજીવન થવા માટે, છેલ્લા ન્યાય અને તેના પછી તેઓના નિર્ધારિત અનંતકાળના ગંતવ્યોની પ્રતિક્ષા માટે “અસ્થાયી” સ્વર્ગ અથવા નરકમાં મોકલી દેવામાં આવે છે. તેથી, મૃત્યુ બાદ હકીકતમાં શું થાય છે તે વિશે બાઇબલ શું કહે છે?

પહેલું, ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસીઓ માટે, બાઇબલ કહે છે કે મૃત્યુ બાદ વિશ્વાસીઓના આત્માઓ/પ્રાણોને સ્વર્ગ માં લઈ જવામાં આવે છે, કારણકે ખ્રિસ્તને મોક્ષદાતાના રૂપમાં સ્વીકારવા દ્વારા તેઓના પાપો ક્ષમા કરવામાં આવ્યા છે(યોહાન–૩:૧૬,૧૮,૩૬). વિશ્વાસીઓ માટે, મૃત્યુ એ “શરીરથી અલગ અને પ્રભુ સાથે ઘરમાં રહેવું છે” (૨ કરિંથી–૫:૬-૮, ફિલિપી–૧:૨૩). તેમ છતાં, ૧ કરિંથી-૧૫:૫૦-૫૪ અને ૧ થેસ્સલોનિકી–૪:૧૩-૧૭ સંદર્ભો એવું વિવરણ કરે છે કે વિશ્વાસી ફરીથી સજીવન થશે અને તેઓને મહિમાયુક્ત શરીર આપવામાં આવશે. જો વિશ્વાસીઓ મૃત્યુ બાદ તુરંત જ ખ્રિસ્ત સાથે જતા રહે, તો પુનરુત્થાનનો શો ઉદેશ્ય છે? એવું લાગે છે કે જ્યારે વિશ્વાસીઓના આત્માઓ/પ્રાણો મૃત્યુ બાદ તુરંત ખ્રિસ્ત સાથે જાય છે, પણ શારીરિક શરીર કબરમાં “સુતેલી” અવસ્થામાં જ રહે છે. વિશ્વાસીઓના પુનરુત્થાનમાં શારીરિક શરીર ફરીથી મહિમાયુક્ત સ્વરૂપમાં સજીવન થાય છે, અને તેના પછી પ્રાણ/આત્મા સાથે નવા સ્વર્ગ અને નવી પૃથ્વીમાં અનંતકાળ માટે વિશ્વાસીઓનું થશે (પ્રકટીકરણ–૨૧-૨૨).

બીજું, તેઓ જેઓએ ઇસુ ખ્રિસ્તને મોક્ષદાતાના રૂપમાં સ્વીકાર નથી કર્યો, તેઓ માટે મૃત્યુનો અર્થ અનંતકાળની સજા છે. છતાં પણ, વિશ્વાસીઓના ગંતવ્યની જેમ જ, એવું લાગે છે કે અવિશ્વાસીઓને તુરંત, તેઓના અંતિમ રૂપમાં સજીવન થવા માટે, ન્યાય અને અનંતકાળના ગંતવ્યની પ્રતીક્ષા કરવા માટે એક અસ્થાઈ રૂપમાં બની રહેવાવાળા સ્થાનમાં મોકલી દેવામાં આવે છે. લૂક–૧૬:૨૨-૨૩ એક ધની વ્યક્તિના મૃત્યુ પછી તરત યાતના પ્રાપ્ત કરવા વિશે વિવરણ આપે છે. પ્રકટીકરણ–૨૦:૧૧-૧૫ બધાં વિશ્વાસીઓને મૃત્યુ પછી, મોટાં શ્વેત સિંહાસન ની સામે, અને પછી આગની ખાઈમાં નાંખવા માટે મૃત્યુમાંથી સજીવન થવા વિશે વિવરણ આપે છે. અવિશ્વાસીઓને, એટલા માટે, મૃત્યુ પછી તરત નરક (આગની ખાઈ) માં નથી મોકલવામાં આવતા, પણ તેના બદલે ન્યાય અને દોષી થવા માટે એક અસ્થાઈ સ્થાનમાં મોકલી દેવામાં આવે છે. છતાં પણ, અવિશ્વાસીઓને તરત આગની ખાઈમાં નથી નાખવામાં આવતાં પરંતુ મૃત્યુ પછી તરત તેઓની સ્થિતિ સારી નથી હોતી. ધની વ્યક્તિ ઘાંટો પાડીને કહે છે, “આ બળતામાં હું વેદના પામું છું” (લૂક–૧૬:૨૪).

એટલા માટે, મૃત્યુ પછી, એક વ્યક્તિ “અસ્થાયી” સ્વર્ગ અથવા નરકમાં નિવાસ કરે છે. આ અસ્થાયી સ્થાન પછી સજીવન થયા પર, વ્યક્તિના અનંત ગંતવ્યમાં કોઇ પરિવર્તન થતું નથી. ફક્ત તેના અનંતકાળના ગંતવ્યનું “સ્થાન” જ છે જે પરિવર્તન થાય છે. છેલ્લે વિશ્વાસીઓને નવાં સ્વર્ગ અને નવી પૃથ્વીમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવે છે(પ્રકટીકરણ–૨૧:૧). અંતમાં અવિશ્વાસીઓને આગની ખાઇમાં નાંખી દેવામાં આવશે (પ્રકટીકરણ–૨૦:૧૧-૧૫). આ દરેક લોકોનું અંતિમ, અનંતકાળનું ગંતવ્ય આ વાત ઉપર આધાર રાખે છે કે તેઓએ મોક્ષ માટે ફક્ત ઇસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે કે નહીં (માથ્થી-૨૫:૪૬: યોહાન–૩:૩૬).

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

મૃત્યુ પછી શું થાય છે?
© Copyright Got Questions Ministries