settings icon
share icon
પ્રશ્ન

શું મૃત્યુ બાદ જીવન છે?

જવાબ


શું મૃત્યુ બાદ જીવન છે? બાઇબલ આપણને કહે છે, “સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, અને સંકટથી ભરપુર છે. તે ફૂલની પેઠે ખીલે છે, અને તેને કાપી નાખવામાં આવે છે, વળી તે છાયાની પેઠે જતું રહે છે, અને સ્થિર રહેતું નથી....... શું મૂએલો માણસ સજીવન થાય ?” ( અયૂબ–૧૪:૧-૨, ૧૪).

અયૂબની જેમ, આપણને દરેકને આ પ્રશ્ન દ્વારા પડકાર મળે છે. હકીકતમાં મૃત્યુ પછી આપણી સાથે શું થાય છે? શું સામાન્ય રીતે આપણું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય છે? શું જીવન એક ફરવાવાળા દરવાજાની જેમ પૃથ્વી પર આવવા અને પાછા જવા દ્વારા વ્યક્તિગત મહાનતા પ્રાપ્ત કરવા માટે છે ? શું દરેક લોકો એક જ જગ્યાએ જાય છે, અથવા આપણે અલગ‌-અલગ જગ્યાએ જઈએ છીએ ? શું ખરેખર કોઈ સ્વર્ગ અને નરક છે, કે તે ફક્ત દિમાગના વિચારો છે?

બાઇબલ આપણને કહે છે કે ફક્ત મૃત્યુ બાદ જીવન નથી, પણ અનંતકાળનું જીવન છે “ જે વાનાં આંખે જોયા નથી, અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં પેઠા નથી, જે વાનાં હવે પોતાના પર પ્રેમ કરનારાઓને સારું સિધ્ધ કર્યા છે” (૧ કરિંથી–૨:૯). ઇસુ ખ્રિસ્ત, શરીરમાં ઇશ્વર, આ પૃથ્વી પર આપણને આ અનંતજીવનની ભૈંટ આપવા માટે આવ્યા. “પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે” ( યશાયા–૫૩:૫ ).

ઇસુએ તે સજાને લઈ લીધી તેના હકદાર આપણે હતા અને પોતાનું જીવન આપણા પાપોની ચૂકવણી માટે બલિદાન કરી દીધું. ત્રણ દિવસ પછી, તેણે આત્મા અને શરીરમાં, કબરમાંથી ઉઠવા દ્વારા પોતાને મૃત્યુ ઉપર વિજયી સાબિત કરી દીધો. તે આ પૃથ્વી ઉપર ચાળીસ દિવસો સુધી રહ્યા અને સ્વર્ગમાં પોતાના અનંતકાળના ઘરે ઉઠાવી લેવામાં આવ્યા તેના હજારો લોકો સાક્ષી છે. રોમન–૪:૨૫ કહે છે, “તેને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યો અને આપણા ન્યાયીકરણ માટે તેને પાછો ઉઠાડવામાં આવ્યો”.

ખ્રિસ્તનું પુનરુત્થાન એક દસ્તાવેજી ઘટના છે. પાઉલ પ્રેરિતે લોકોને પડકાર આપ્યો કે તે તેની માન્યતા માટે નજરે જોનારા સાક્ષીઓને પ્રશ્ન કરે; અને કોઈપણ તેની સત્યતાનો સામનો કરવાને યોગ્ય ન હતું. પુનરુત્થાન એ ખ્રિસ્તી વિશ્વાસ નું આધારભુત પ્રમાણ છે. કારણકે ખ્રિસ્ત મરેલામાંથી ઉઠાડવામાં આવ્યો, આપણને પણ વિશ્વાસ છે કે, આપણે પણ, ઉઠાડવામાં આવશું.

પાઉલ પહેલાં ખ્રિસ્તીઓને જે આ વિશ્વાસ નહોતા કરતાં તેને ઠપકો આપે છે: “હવે ખ્રિસ્ત મૂએલામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે તે છતાં તમારામાંના કેટલાએક કેમ કહે છે કે મૂએલાઓનું પુનરુત્થાન નથી? પણ જો મૂએલાઓનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી” (૧ કરિંથી–૧૫:૧૨-૧૩).

ફક્ત ખ્રિસ્ત તે મહાન ફસલના પહેલાં વ્યક્તિ હતા જેઓને મરેલામાંથી ફરીથી સજીવન કરવામાં આવશે. શારિરીક મૃત્યુ એક વ્યક્તિ દ્વારા આવ્યુ, આદમ, જેની સાથે આપણે દરેક જોડાએલા છીએ પણ તે દરેક જેવો ઇસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા ઇશ્વરના પરિવારમાં દતક લેવામાં આવ્યા છે તેઓને નવું જીવન મળશે (૧ કરિંથી–૧૫:૨૦-૨૨). જેમ ઇશ્વરે ઇસુના શરીરને ઉઠાડ્યું, તેમ ઇસુના બીજા આગમનમાં આપણા શરીર પણ ઉઠાડવામાં આવશે. (૧ કરિંથી– ૬:૧૪).

જો કે આપણે દરેક અંતમાં સજીવન થઈશું, પણ દરેક લોકો સાથે સ્વર્ગમાં નહિ જાય. દરેક વ્યક્તિએ આ જીવનમાં એક પસંદગી કરવાની છે અને તે પસંદગી દરેકના અનંતકાળને નિર્ધારિત કરશે. બાઇબલ કહે છે કે માણસને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. (હિબ્રૂ–૯:૨૭). જેઓ ન્યાયી કર્યા છે તેઓ અનંતજીવન માટે સ્વર્ગમાં જશે, પણ અવિશ્વાસીઓને અનંતકાળની સજા માટે, અથવા નર્કમાં મોકલવામાં આવશે (માથ્થી–૨૫:૪૬).

નરક સ્વર્ગ જેવી જ, ફક્ત અસ્તિત્વમાં રહેવાની સ્થિતિ જ નથી, પરંતુ એક યથાર્થ સ્થાન છે. આ તે જગ્યા છે જ્યાં અધર્મીઓ ક્યારેય સમાપ્ત ન થનાર, ઇશ્વરના ક્રોધનો અનુભવ કરશે. તેઓ ભાવનાત્મક, માનસિક, અને શારીરિક વેદના, સભાન શરમની લાગણીથી પીડાશે, પસ્તાવો અને દોષારોપણ ભોગવશે.

નરકને એક અગાધ ખાડાના રૂપમાં (લૂક–૮:૩૧, પ્રકટીકરણ–૯:૧) આગની તળાવના રૂપમાં, ગંધકથી સળગી રહી છે, જ્યાં રહેવાવાળાને રાત અને દિવસ, હંમેશા માટે પીડા આપવામાં આવશે. એવું વર્ણન કરવામાં આવ્યું છે (પ્રકટીકરણ-૨૦:૧૦). નરકમાં, રડવું અને દાંત પીસવું થશે, જે તીવ્ર ક્રોધ અને દુઃખનો સંકેત કરે છે (માથ્થી–૧૩:૪૨). આ તે જગ્યા છે ત્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી (માર્ક–૯:૪૮). દુષ્ટ માણસના મરણથી ઇશ્વર આનંદ પામતો નથી, પણ તે ઇચ્છે છે કે દુષ્ટ તેના દુરાચરણથી પાછો ફરે જેથી તેને જીવન મળી શકે (હઝકિયેલ–૩૩:૧૧). પણ તે સમર્પણ કરવામાં જબરદસ્તી નથી કરતો, જો આપણે તેનો અસ્વીકાર કરીએ છીએ તો અનંતકાળ સુધી રહેવા માટે આપણા નિર્ણયોનો સ્વીકાર કરે છે.

પૃથ્વી પરનું જીવન એક પરિક્ષા છે, જે આવનાર છે તેના માટેની તૈયારી છે. વિશ્વાસીઓ માટે, ઇશ્વર સાથે એક અનંતજીવન છે. તો કેવી રીતે આપણે ધર્મી અને અનંતજીવન પ્રાપ્ત કરવા માટે યોગ્ય બનીએ ? ફક્ત એક જ રસ્તો છે. ઇશ્વરના દિકરા ઇસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા. ઇસુએ કહ્યુ, “પુનરુત્થાન તથા જીવન હું છું, જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી પણ જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે, અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહિ જ......” (યોહાન–૧૧:૨૫-૨૬).

અનંતજીવનની મફત ભૈંટ દરેક લોકો માટે ઉપલબ્ધ છે, પણ તેના માટે જરૂરી છે કે આપણે કેટલીક સાંસારીક આનંદ માટે આપણે નકાર કરીએ અને ઇશ્વર સામે આપણી જાતનું બલિદાન કરીએ. “દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે, પણ દિકરાનું જે નથી માનતો, તે જીવન નહિ દેખશે, પણ તેના પર દેવનો કોપ રહે છે” (યોહાન–૩:૩૬). મૃત્યુ પછી આપણે આપણા પાપોનો પસ્તાવો નથી કરી શકતા કારણકે જ્યારે આપણે ઇશ્વરને મુખાનુંમુખ જોઈશું ત્યારે આપણી પાસે તેના ઉપર વિશ્વાસ કરવા સિવાય કોઈ બીજી પસંદગી નહિ રહે. તે ઇચ્છે છે કે અત્યારે જ આપણે વિશ્વાસ અને પ્રેમથી તેમની પાસે આવીએ. જો આપણે ઇશ્વર વિરુધ્ધ આપણા પાપોની ચુકવણીના રૂપમાં ઇસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુને સ્વીકારીશું, તો ચોક્કસપણે ન કેવળ પૃથ્વી પર સંપૂર્ણ જીવન, પણ ખ્રિસ્તની સાથે અનંતજીવન પણ મેળવીશું.

જો તમે ઈસુ ખ્રિસ્તને તમારા મોક્ષદાતાના રૂપમાં સ્વીકારવા માંગો છો, તો અહીંયા એક સરળ પ્રાર્થના આપવામાં આવી છે જે તમે કરી શકો છો. આ પ્રાર્થના કે બીજી કોઈ પ્રાર્થના કરવાથી તમારો બચાવ નહીં થાય. ફક્ત ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ તમને પાપોથી બચાવશે. આ પ્રાર્થના ઈશ્વર પ્રત્યેનો તમારો વિશ્વાસ અને તમારા મોક્ષ માટે રસ્તો પુરો પાડ્યો તે માટે ધન્યવાદ વ્યક્ત કરવા માટે છે. “ઈશ્વર, હું જાણું છું કે મેં તમારા વિરુધ્ધ પાપ કર્યુ છે અને હું સજા ને પાત્ર છું પણ ઈસુ ખ્રિસ્તે તે સજા પોતે લઈ લીધી છે જેને હું લાયક હતો જેથી તેનામાં વિશ્વાસ દ્વારા મને ક્ષમા મળી શકે. મોક્ષ માટે હું તમારામાં વિશ્વાસ મુકું છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે! આમીન!”

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

શું મૃત્યુ બાદ જીવન છે?
© Copyright Got Questions Ministries