પ્રશ્ન
ઈસુને તમારા વ્યક્તિગત મોક્ષદાતાના રૂપમાં સ્વીકાર કરવાનો અર્થ શો છે?
જવાબ
શું તમે ઈસુ ખ્રિસ્ત ને તમારા વ્યક્તિગત મોક્ષદાતાના રૂપમાં સ્વીકાર કર્યો છે? આ પ્રશ્નને વ્યવસ્થિત રીતે સમજવા માટે, તમારે પહેલાં “ઈસુ ખ્રિસ્ત”, “વ્યક્તિગત”, અને “મોક્ષદાતા” આ શબ્દને સમજવા પડશે.
ઈસુ ખ્રિસ્ત કોણ છે? ઘણા લોકો ઈસુ ખ્રિસ્તને એક સારા માણસ, એક મહાન શિક્ષક, અથવા ત્યાં સુધી કે ઈશ્વરના એક પ્રબોધકના રૂપમાં સ્વીકાર કરશે. આ બાબતો ઈસુના વિષયમાં ચોક્ક્સ રીતે સાચી છે, પણ તે પુરી રીતે સ્પષ્ટ નથી કરતી કે તે ખરેખર કોણ છે. બાઇબલ આપણને કહે છે કે ઈસુએ શરીરમાં ઈશ્વર છે માણસના રૂપમાં ઈશ્વર (જુઓ યોહાન-૧:૧-૧૪). ઈશ્વર પૃથ્વી ઉપર આપણને શિક્ષણ આપવા, સજા કરવા, સુધારવા માટે, ક્ષમા કરવા માટે- અને આપણા માટે મરવા માટે આવ્યા! ઈસુ ખ્રિસ્ત ઈશ્વર, સૃષ્ટિ કર્તા, સર્વોપરી પ્રભુ છે. શું તમે આ ઈસુનો સ્વીકાર કર્યો છે?
મોક્ષદાતા એટલે શું, અને શા માટે આપણે મોક્ષદાતાની જરૂર છે? બાઇબલ આપણને કહે છે કે આપણે દરેકે પાપ કર્યુ છે, આપણે દરેકે ખરાબ કાર્યો કર્યા છે (રોમન -૩:૧૦-૧૮). આપણા પોતાના પરિણામ સ્વરૂપે , આપણે ઈશ્વરના ક્રોધ અને ન્યાય ના પાત્ર છીએ. એક અસીમિત અને અનંત ઈશ્વરના વિરુધ્ધ પાપ કરાવાના બદલામાં એક માત્ર ઉચિત સજા અસીમિત દંડ છે (રોમન– ૬:૨૩, પ્રકટીકરણ–૨૦:૧૧-૧૫). એટલા માટે આપણે મોક્ષદાતાની જરૂર છે!
ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર આવ્યા અને આપણા બદલામાં મૃત્યુ પામ્યા. ઈસુનું મૃત્યુ આપણા પાપો માટે અસીમિત મુલ્યને ચૂકવવું હતુ (૨ કરિંથી – ૫:૨૧). ઈસુ આપણા પાપોના દંડની કિંમત ચૂકવવા માટે મૃત્યુ પામ્યા (રોમન-૫:૮). ઈસુએ મુલ્ય ચૂકવ્યુ જેથી આપણે ચૂકવવું ન પડે. ઈસુનું મૃત્યુમાંથી સજીવન થવુ એ એ વાતની સાબિતી છે કે તેનું મૃત્યુ આપણા પાપોના દંડનું મુલ્ય ચૂકવવા માટે પૂરતી છે. તેથી જ ઈસુ એ એક અને માત્ર એક જ મોક્ષદાતા છે (યોહાન-૧૪:૬, પ્રે.કૃ. ૪:૧૨)! શું તમે ઈસુ પર પોતાના મોક્ષદાતાના રૂપમાં વિશ્વાસ કરો છો?
શું ઈસુ તમારો “વ્યક્તિગત મોક્ષદાતા છે? ઘણા લોકો ખ્રિસ્તીપણાને મંડળીમાં જવુ, રીતિ-રિવાજોને પુરા કરવા, અને/અથવા કેટલાક નિશ્ચિત પાપોને ન કરવાના રૂપમાં જુએ છે. આ ખ્રિસ્તીપણુ નથી સાચુ ખ્રિસ્તીપણુ એ ઈસુ ખ્રિસ્ત સાથેનો વ્યક્તિગત સંબંધ છે. ઈસુને તમારા વ્યક્તિગત મોક્ષદાતાના રૂપમાં સ્વીકારવા એટલે તમારો પોતાનો વ્યક્તિગત વિશ્વાસ અને ભરોસો તેમના ઉપર રાખવો. કોઈપણ વ્યક્તિ બીજા વ્યક્તિના વિશ્વાસના આધારે બચી નથી શકતો. કોઈપણ વ્યક્તિ અમુક કર્મો કરવા દ્વારા ક્ષમા નથી મેળવી શકતો. મોક્ષ પ્રાપ્તી માટે એક માત્ર રસ્તો એ છે કે તમે વ્યક્તિગત રૂપે ઈસુને તમારા મોક્ષદાતા, તેમની મૃત્યુને તમારા પાપોની કિંમત ની ચૂકવણીના રૂપમાં વિશ્વાસ કરીને અને તેમના પુનરુત્થાનને તમારા અનંતજીવનના ખાતરીના રૂપમાં સ્વીકાર કરો ( યોહાન- ૩:૧૬). શું ઈસુ વ્યક્તિગત રીતે તમારો મોક્ષદાતા છે?
જો તમે ઈસુ ખ્રિસ્તને તમારા વ્યક્તિગત મોક્ષદાતાના રૂપમાં સ્વીકારવા માંગતા હોય તો ઈશ્વરને નિમ્નલિખિત શબ્દો કહો. યાદરાખો, આ પ્રાર્થના અથવા બીજી કોઈ પ્રર્થના કરવાથી તમારો બચાવ નહી થાય. ફક્ત ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ અને વધસ્તંભ પર તમારા માટે તેમણે પુરુ કરેલુ કાર્ય જ તમને પાપથી બચાવશે. આ પ્રાર્થના ઈશ્વર પ્રત્યે નો તમારો વિશ્વાસ અને તમારા મોક્ષ માટે રસ્તો પુરો પાડ્યો તે માટે ધન્યવાદ વ્યક્ત કરવા માટે છે. “ઈશ્વર, હું જાણું છું કે મે તમારા વિરુધ્ધ પાપ કર્યુ છે અને હું સજાને પાત્ર છું. પણ હું વિશ્વાસ કરુ છું કે ઈસુ ખ્રિસ્તે તે સજા પોતે લઈ લીધી છે. જેનો હું લાયક હતો જેથી તેનામાં વિશ્વાસ દ્વારા મને ક્ષમા મળી શકે. હું ક્ષમા માટે તમારા અર્પણનો સ્વીકાર કરુ છું અને મોક્ષ માટે તમારામાં વિશ્વાસ મુકુ છું. હું ઈસુને મારા વ્યક્તિગત મોક્ષદાતાના રૂપમાં સ્વીકાર કરુ છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે અનંતજીવનની ભૈટ! આમીન!
શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.
English
ઈસુને તમારા વ્યક્તિગત મોક્ષદાતાના રૂપમાં સ્વીકાર કરવાનો અર્થ શો છે?