પ્રશ્ન
કાઇનની પત્ની કોણ હતી? શું કાઇનની પત્ની તેની બહેન હતી?
જવાબ
બાઇબલ નિશ્ચિતપણે નથી કહેતી કે કાઇનની પત્ની કોણ હતી. ફક્ત એક જ સંભવિત ઉત્તર એ છે કે કાઇનની પત્ની તેની બહેન અથવા ભત્રીજી હશે, વગેરે, બાઇબલ એ નથી કહેતી કે જ્યારે કાઇને હાબેલનું ખૂન કર્યું ત્યારે તેની ઉંમર કેટલી હતી (ઉત્પતિ–૪:૮). કેમ કે તે બન્ને ખેડૂત હતા, સંભાવના છે કે તેઓ બન્ને પોતાના પરિવારોની સાથે વયસ્ક રહ્યાં હશે. આદમ અને હવાએ નિશ્ચિતપણે કાઇન અને હાબેલ ઉપરાંત જ્યારે હાબેલ માર્યો ગયો ત્યાં સુધી બીજા ઘણાં સંતાનોને જન્મ આપ્યો હશે (ઉત્પતિ–૫:૪). એ સાચી વાત છે કે હાબેલને માર્યા પછી કાઇન પોતાના જીવન પ્રત્યે ડરેલો હતો (ઉત્પતિ–૪:૧૪) જે એવું દર્શાવે છે કે તે સમયે આદમ અને હવાના કદાચ બીજા કેટલાંક સંતાનો હતા અને ત્યાં સુધી કે પૌત્ર અથવા પર–પૌત્ર પણ હતા. કાઇનની પત્ની (ઉત્પતિ–૪:૧૭) આદમ અને હવાની દીકરી અથવા દીકરીની દીકરી હતી.
કેમકે આદમ અને હવા સૌથી પહેલાં (અને ફક્ત તેઓ જ) મનુષ્ય હતા, તેઓના સંતાનોને અંદરો અંદર લગ્ન કરવા સિવાય કોઇ બીજો વિકલ્પ ન હતો. ઇશ્વરે પોતાની જાતિમાં લગ્ન કરવા માટે ત્યાં સુધી ના ન પાડી જ્યાં સુધી ધણાં સમય પછી પર્યાપ્ત લોકો ન થઈ ગયા ત્યાર બાદ પોતાની જાતિમાં લગ્ન કરવાની મનાઈ કરવામાં આવી (લેવીય–૧૮:૬-૧૮). આજ કારણ કે કૌટુંબિક યૌન સંબંધ ના પરિણામ સ્વરૂપ બાળકોમાં આનુવંશિકીય અસમાન્યતાઓ આવી જાય છે અર્થાત જ્યારે બે સમાન આનુવંશિક લોકો (અર્થાત–ભાઈ અને બહેન ) થી સંતાન થાય છે, પરિણામ સ્વરૂપ તેમાં આનુવંશિકીય સંબંધી દોષ ગુણ વધારે પ્રબળ હોય છે જ્યારે અલગ-અલગ પરિવાર ના લોકોની સંતાન હોય છે, તો આ ખૂબજ ઓછું શક્ય છે કે એક જેવાં જ આનુવંશિકીય દોષ ગુણ માં બાપમાં હોય. સદીઓથી માણસની આનુવંશિકતામાં દોષી ગુણ એટલો વધારે “પ્રદૂષિત” થઈ ગયો છે કે આનુવંશિકતા સંબંધી દોષ ઝડપથી ખૂબ જ વધી ગયો, ખૂબ જ માત્રામાં થઈ ગયો, અને એક પેઢી થી બીજી પેઢી તરફ વધી રહ્યો છે. આદમ તથા હવામાં કોઈ પણ આનુવંશિકી સંબંધી દોષ ન હ્તો, એટલા માટે તેઓને તથા તેઓની પહેલી કેટલીક પેઢીઓને ઘણાં સારાં સ્વાસ્થ્યના ગુણો ઉપલબ્ધ હતા જે આજના સમયમાં આપણામાં નથી. કદાચ થોડાંક હશે તો પણ, આદમ અને હવાના સંતાનોમાં ખૂબ જ થોડી માત્રામાં આનુવંશિકતા સંબંધી દોષ હતા. પરિણામ સ્વરૂપે તેઓનું આપસમાં લગ્ન કરવું સુરક્ષિત હતું.
English
કાઇનની પત્ની કોણ હતી? શું કાઇનની પત્ની તેની બહેન હતી?