પ્રશ્ન
શું ક્ષમા પ્રાપ્ત કરી? કેવી રીતે હું ઈશ્વર પાસેથી ક્ષમા પ્રાપ્ત કરી શકું છું?
જવાબ
પ્રે.કૃ.-૧૩:૩૮ માં લખેલું છે, “એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એના દ્વારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે”.
ક્ષમા શું છે? અને મારે શા માટે તેની જરૂર છે?
“ક્ષમા” શબ્દનો અર્થ પાટીને લૂછીને સાફ કરવી, માફ કરવું, ઋણને રદ કરવું છે, જ્યારે આપણે કોઈક પ્રત્યે ખોટું કરીએ છીએ, તો આપણે તેની ક્ષમા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી આપણે સંબંધ સુધરી જાય, ક્ષમા એટલા માટે આપવામાં નથી આવતી કે કોઈ વ્યક્તિ તેને યોગ્ય છે. કોઈ પણ ક્ષમા પ્રાપ્ત કરવાને માટે યોગ્ય નથી, ક્ષમા એ પ્રેમ, દયા, અને કૃપાનું એક કાર્ય છે. ક્ષમા એ બીજી વ્યક્તિ પ્રત્યે કંઈ પણ ન પકડી રાખવા માટેનો નિર્ણય છે, ભલે પછી તમારી સાથે ગમે તે કર્યું હોય.
બાઈબલ આપણને કહે છે કે આપણે બધાએ ઈશ્વર તરફથી ક્ષમા પ્રાપ્ત કરવાની જરૂર છે. આપણે બધાએ પાપ કર્યું છે. સભાશિક્ષક ૭:૨૦ કહે છે, “જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી”, ૧ યોહાન ૧:૮ કહે છે, “આપણામાં પાપ નથી, એમ જો આપણે કહીએ, તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી”. બધાં પાપ આખરે તો ઈશ્વર વિરુધ્ધ વાળવાનું એક કાર્ય છે (ગીતશાત્ર- ૫૧:૪). પરિણામ સ્વરૂપે, આપણે ઈશ્વરની ક્ષમાની અત્યંત જરૂર છે. જો આપણા પાપો ક્ષમા કરવામાં નહી આવે, તો આપણે અનંતકાળ સુધી આપણાં પાપોના પરિણામનું દુ:ખ ભોગવતા રહીશું (માથ્થી-૨૫:૪૬, યોહાન-૩:૩૬).
ક્ષમા - કેવી રીતે હું મેળવી શકું છું?
ધન્યવાદની વાત તો એ છે કે, ઈશ્વર પ્રમાળું અને દયાળું છે-આપણને આપણાં પાપોની ક્ષમા આપવા માટે આતુર છે. ૨ પિતર ૩:૯ આપણને કહે છે, “…. પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાતાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે”. ઈશ્વર આપણને ક્ષમા કરવાની ઈચ્છા રાખે છે, એટલા માટે તેણે આપણા માટે ક્ષમા પૂરી પાડી છે.
આપણા પાપો માટે યોગ્ય દંડ કેવલ મૃત્યુ છે. રોમન ૬:૨૩ ના પહેલાં ભાગમાં લખેલું છે, “કેમ કે પાપનો મુસારો મરણ છે...” એ અનંતકાળનું મૃત્યુ જ છે જે આપણે આપણા પાપોના બદલામાં મેળવ્યું છે. ઈશ્વર, તેમનાં ચોક્ક્સ યોજનામાં મનુષ્ય બન્યો–ઈસુ ખ્રિસ્ત (યોહાન- ૧:૧,૧૪). ઈસુ, વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, આપણે જે દંડના હકદાર હતા તે તેમણે લઈ લીધું–મૃત્યુ. ૨ કરિંથી ૫:૨૧ આપણને શીખવે છે, “આપણે તેનામાં દેવના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો”. ઈસુ વધસ્તંભ ઉપર મૃત્યુ પામ્યા, આપણે જે સજાના હકદાર હતા તે તેમણે લઈ લીધી! ઈશ્વરના રૂપમાં, ઈસુના મૃત્યુએ આખા જગતના પાપો માટે ક્ષમા પૂરી પાડી. ૧ યોહાન ૨:૨ કહે છે , “અને તે આપણાં પાપનું પ્રાયશ્ચિત છે, અને કેવળ આપણાં જ નહિ પણ આખા જગતનાં પાપનું તે પ્રાયશ્ચિત છે”. ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા, અને પાપ અને મૃત્યુ ઉપર પોતાનો વિજય જાહેર કર્યો (૧ કરિંથી ૧૫:૧-૨૮). ઈશ્વરની સ્તુતિ થાઓ, ઈસુના મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા, રોમન ૬:૨૩ નો બીજો ભાગ સત્ય થઈ ગયો, “… પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન છે.”
શું તમે ઈચ્છો કે તમારા પાપો ક્ષમા થાય? શું તમે અપરાધ ભાવની સતત દોષિત લાગણીથી પીડાઓ છો કે તમે તેનાથી સ્વતંત્ર નહી થઈ શકો? તમારા પાપોની ક્ષમા ઉપલબ્ધ છે જો તમે તમારો વિશ્વાસ મોક્ષદાતાના રૂપમાં ઈસુ ખ્રિસ્ત ઉપર રાખશો તો. એફેસી ૧:૭ કહે છે, “એનામાં, એના લોહીદ્વારા, તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉધ્ધાર એટલે કે પાપની માફી મળી છે.” ઈસુએ આપણાં માટે આપણું ઋણ ચુકવ્યું, જેથી આપણે ક્ષમા પ્રાપ્ત કરી શકીએ. તમારે ફક્ત એટલું કરવાનું છે કે તમે ઈશ્વરને વિશ્વાસ સાથે આ વિનંતી કરો કે તે તમને ઈસુ દ્વારા ક્ષમા આપે કેમ કે ઈસુ આપણી ક્ષમાનું મૂલ્ય ચુકવવા મર્યા - અને તે તમને ક્ષમા કરશે. યોહાન-૩:૧૬-૧૭ માં આ સુંદર સંદેશ છે, “કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. કેમ કે જગતનો ન્યાય કરવા સારુ નહિ, પણ તેનાથી જગતનું તારણ થાય, તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે”.
ક્ષમા-શું તે ખરેખર આટલું સહેલું છે?
હા, તે આટલું સરળ છે! તમે ઈશ્વર પાસેથી ક્ષમાને કમાઈ નથી શકતા. તમે ઈશ્વર પાસેથી મળેલી ક્ષમાનું મૂલ્ય નથી ચુકવી શકતા. તમે ફક્ત તેને વિશ્વાસ દ્વારા, ઈશ્વરને કૃપાથી તથા દયા દ્વારા મેળવી શકો છો. જો તમે ઈસુ ખ્રિસ્તને તમારા મોક્ષદાતાના રૂપમાં સ્વીકારવા માંગો છો, તો અહીંયા એક સરળ પ્રાર્થના આપવામાં આવી છે જે તમે કરી શકો છો. આ પ્રાર્થના કે બીજી કોઈ પ્રાર્થના કરવાથી તમારો બચાવ નહીં થાય. ફક્ત ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ તમને પાપોથી બચાવશે. આ પ્રાર્થના ઈશ્વર પ્રત્યેનો તમારો વિશ્વાસ અને તમારા મોક્ષ માટે રસ્તો પુરો પાડ્યો તે માટે ધન્યવાદ વ્યક્ત કરવા માટે છે. “ઈશ્વર, હું જાણું છું કે મેં તમારા વિરુધ્ધ પાપ કર્યુ છે અને હું સજા ને પાત્ર છું પણ ઈસુ ખ્રિસ્તે તે સજા પોતે લઈ લીધી છે જેને હું લાયક હતો જેથી તેનામાં વિશ્વાસ દ્વારા મને ક્ષમા મળી શકે. મોક્ષ માટે હું તમારામાં વિશ્વાસ મુકું છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે! આમીન!”
શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.
English
શું ક્ષમા પ્રાપ્ત કરી? કેવી રીતે હું ઈશ્વર પાસેથી ક્ષમા પ્રાપ્ત કરી શકું છું?