પ્રશ્ન
શું ઈશ્વરનું અસ્તિત્વ છે? શું ઈશ્વરના અસ્તિત્વ નો કોઈ પુરવો છે?
જવાબ
ઈશ્વરના અસ્તિત્વ ને સાબિત કે અસ્વિકાર નથી કરી શકાતો. બાઈબલ કહે છે કે આપણે વિશ્વાસ દ્વારા આ સત્યનો સ્વીકાર કરવો જોઈએ કે ઈશ્વરનું અસ્તિત્વ છે. “પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ” (હિબ્રૂ- ૧૧:૬). જો ઈશ્વરની એવી ઇચ્છા હોત, તો તે ખરેખર પ્રગટ થઈ ગયા હોત અને આખા જગતમાં સાબિત કરી દીધું હોત કે તેમનું અસ્તિત્વ છે પણ જો તેમણે આમ કર્યુ હોત, તો પછી વિશ્વાસની કોઈ જરૂરિયાત ન રહેત. “ઈસુ તેને કહે છે કે, તેં મને જોયો છે, માટે તેં વિશ્વાસ કર્યો છે, જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે” (યોહાન- ૨૦:૨૯).
તેનો એ અર્થ નથી કે, ઈશ્વરના અસ્તિત્વ નો કોઈ પુરાવો છે જ નહી. બાઈબલ વ્યક્ત કરે છે, “આકાશો દેવનું ગૌરવ પ્રસિધ્ધ કરે છે, અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. દહાડો દહાડાને તેના વિષે કહે છે, અને રાત રાત ને તેનું જ્ઞાન પ્રગટ કરે છે. વચન નથી અને શબ્દો પણ નથી, અને તેઓની વાણી સંભળાતી નથી. તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી પ્રસરેલી છે” (ગીતશાત્ર- ૧૯:૧-૪). તારાઓ તરફ જોઈને, આ બ્રહ્માંડની વિશાળતાને સમજતા, પ્રકૃતિના આશ્ચર્યોનું અવલોકન કરતાં, સૂર્યાસ્તની સુંદરતાને જોતાં–આ દરેક વસ્તુઓ એક સૃષ્ટિકર્તા ઈશ્વર તરફ સંકેત કરે છે જો આટલું પુરતું નથી, તો આપણા પોતાના હ્રદયોમાં પણ ઈશ્વરનો પુરાવો છે. સભાશિક્ષક–૩:૧૧ આપણને કહે છે, “…. તેણે મનુષ્યોના હ્રદયમાં સનાતનપણું મુક્યું છે”. આપણા પોતાની ઊંડાણમાં પણ કોઈ એવી ઓળખ છે કે આજીવનથી વધુ પણ કંઈક છે અને આ જગતથી વધુ કોઈક છે. આપણે આ જ્ઞાનનો બૌધિક રીતે નકાર કરી શકીએ છીએ, પણ આપણી અંદર અને આપણી ચારેબાજુ ઈશ્વરની ઉપસ્થિતી હજુ પણ સ્પષ્ટ રીતે રહેલી છે આમ છ્તાં બાઈબલ આપણને ચેતવણી આપે છે કે કેટલાંક લોકો હજી પણ ઈશ્વરનું અસ્તિત્વ હોવાનો અસ્વીકાર કરશે, “મૂર્ખે પોતાના મનમાં માન્યું છે કે, દેવ છે જ નહિ” (ગીતશાત્ર- ૧૪:૧). અત્યાર સુધીના ઇતિહાસમાં, બધી સંસ્કૃતિઓમાં, બધા સમાજ માં, દરેક ખંડોમાં લગભગ લોકો કોઈ પ્રકારના ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ કરે છે, તો આ વિશ્વાસનો કંઈક (અથવા કોઈક) કારણ તો હશે.
ઈશ્વરના અસ્તિત્વ માટે બાઈબલ આધારીત દલીલો ઉપરાંત, અહીંયા તાર્કિક દલીલ પણ છે. પહેલું, સતત્વસ્વરૂપ મીમાંસાત્મક દલીલ છે. સ્તત્વસ્વરૂપ મીમાંસાત્મક દલીલનું લોકપ્રિય સ્વરૂપે સામાન્ય ખ્યાલનો ઉપયોગ કરે છે કે ઈશ્વરે જ ઈશ્વરના અસ્તિત્વનો પુરાવો આપવો જોઈએ. તે ઈશ્વરની આ વ્યાખ્યા સાથે શરૂ થાય છે કે તે, “એટલો મોટો છે કે તેનાથી મોટાની કલ્પના સુધ્ધા પણ થઈ શકે”. પછી આ વિવાદ ઉભો થાય છે કે અસ્તિત્વમાં હોવું એ જ અસ્તિત્વમાં ન હોવા કરતાં મોટું છે, અને એટલા માટે જ સૌથી મોટા કલ્પનીય જીવને અસ્તિત્વમાં હોવું જોઈએ. જો ઈશ્વરનું અસ્તિત્વ નથી તો ઈશ્વર સૌથી મોટા કલ્પનીય જીવ ન હોઈ શકે અને આ વાત ઈશ્વરની વ્યાખ્યાની વિરુધ્ધ હશે.
બીજી દલીલ હેતુવાદી દલીલ છે. હેતુવાદી દલીલ એવું વ્યક્ત કરે છે કે બ્રહ્માંડ ખરેખર અદભૂત રચનાનું પ્રદર્શન કરે છે, તેથી ત્યાં ઈશ્વરીય રચનાકાર હોવો જ જોઈએ. ઉદાહરણ તરીકે, જો પૃથ્વી સૂર્યથી અમુક સેંકડો માઇલ દૂર અથવા નજીક હોત તો, તે જીવનની એ પ્રકારે સહાયતા કરવા યોગ્ય ન હોત જેટલી તે આજના સમયમાં કરે છે. આપણાં વાતાવરણમાં રહેલાં તત્વો ત્યાં સુધી કે ફક્ત થોડીક માત્રામાં અલગ હોત, તો પૃથ્વી ઉપરના લગભગ બધા જ જીવતા પ્રાણીઓ મરી જશે. એક પ્રોટીનના કણ ને સંયોગથી બનાવાની સંભાવના ૧૦૨૪૩ માંથી એક જ હોય છે (૧૦ ની પાછળ ૨૪૩ શૂન્ય) એક કોશની અંદર લાખો પ્રોટીનના કણોનો સમાવેશ થાય છે.
ઈશ્વરના અસ્તિત્વ વિશે જે ત્રીજી તાર્કિક દલીલ છે તે બ્રહ્માંડ સંબંધિત દલીલ છે. દરેક પરિણામમાં પાછળ કોઈ એક કારણ હોવું જોઈએ. આ બ્રહ્માંડ અને તેમાંની દરેક વસ્તુ એક પરિણામ છે. કોઈ એવી વસ્તુ હોવી જોઈએ જેના કારણે બધી વસ્તુ અસ્તિત્વમાં આવી, છેવટે કોઈ વસ્તુ “કારણ–વગર” પણ હોવી જોઈએ જેથી તે બીજી વસ્તુઓને અસ્તિત્વમાં આવવાનું કારણ બને. એ “કારણ–વગર” ની વસ્તુ જ ઈશ્વર છે.
ચોથી દલીલ નૈતિક દલીલના રૂપમાં ઓળખવામાં આવે છે. ઈતિહાસમાં અત્યાર સુધી દરેક સંસ્કૃતિની પાસે કોઈ પ્રકારના કાયદાઓ હતા. દરેક લોકો પાસે સાચા અને ખોટાની સમજણ છે. ખૂન, જુઠું, ચોરી અને અનૈતિકતાને લગભગ આખા વિશ્વમાં અસ્વીકાર કરવામાં આવે છે. સાચા અને ખોટાની સમજણ જો પવિત્ર ઈશ્વરપાસેથી નથી આવી તો પછી ક્યાંથી આવી?
આમછતાં, બાઈબલ આપણને કહે છે કે લોકો ઈશ્વરના સ્પષ્ટ અને નિર્વિવાદ જ્ઞાનનો અસ્વીકાર કરી દેશે અને તેના બદલામાં જુઠ ઉપર વિશ્વાસ કરશે. રોમન ૧:૨૫ વ્યક્ત કરે છે કે, “કેમ કે તેઓએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યુ અને ઉત્પન્ન કર્તાની ભક્તિ ન કરતાં ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરી આમીન”. બાઇબલ એ પણ કહે છે કે ઈશ્વર ઉપર વિશ્વાસ ન કરવા માટે લોકોની પાસે કોઇ બહાનું નથી. “કેમ કે તેના અદ્રશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ, જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે, તેથી તેઓ બહાનુ કાઢી શકે એમ નથી” (રોમન- ૧:૨૦).
લોકો ઈશ્વરના અસ્તિત્વના દાવાનો એટલા માટે અસ્વીકાર કરે છે કેમ કે તે “વિજ્ઞાનના સિધ્ધાંતો પ્રમાણે નથી” અથવા “તેનું કોઈ પ્રમાણ નથી”. સાચું કારણ તો એ છે કે જો લોકો સ્વીકારી લેશે કે ઈશ્વર છે, તો તેઓએ એ પણ સ્વીકાર કરવો પડશે કે ઈશ્વર પ્રત્યે તેઓ જવાબદાર છે અને તેઓને ઈશ્વર પાસેથી ક્ષમાની જરૂર છે (રોમન-૩:૨૩,૬:૨૩). જો ઈશ્વરનું અસ્તિત્વ છે, તો આપણે તેમના પ્રત્યે આપણા કાર્યો માટે જવાબદાર છીએ. જો ઈશ્વરનું અસ્તિત્વ નથી, તો આપણે તે વાતની ચિંતા કર્યા વગર જેમ કરવું હોય તેમ કરી શકીએ છીએ કે ઈશ્વર આપણો ન્યાય કરશે. તેથી જેઓ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે તેમાંના ઘણાખરા લોકો પ્રાકૃતિક વિકાસવાદના સિધ્ધાંતને વળગી રહે છે-આ તેઓને એક સૃષ્ટિકર્તા ઈશ્વરમાં વિશ્વાસ કરવાના બદલામાં એક વિકલ્પ આપે છે. ઈશ્વરનું અસ્તિત્વ છે અને આખરે બધા જાણે છે કે ઈશ્વર છે. સાચી હકીકત તો એ છે કે કેટલાંક લોકો તેના અસ્તિત્વને ખોટું સિધ્ધ કરવા જોરદાર પ્રયત્નો કરે છે અને તે વાસ્તવિક્પણે તેના અસ્તિત્વ વિશે દલીલ બની જાય છે.
આપણે કેવી રીતે જાણી શકીએ કે ઈશ્વરનું અસ્તિત્વ છે? ખ્રિસ્તી હોવાને લીધે, આપણે જાણીએ છીએ કે ઈશ્વર છે કારણકે દરરોજ આપણે તેની સાથે વાત કરીએ છીએ. આપણે જ્યારે તે આપણી સાથે વાત કરે છે ત્યારે તેને સાંભળી નથી શકતા, પણ આપણે તેની ઉપસ્થિતીને મહેસુસ કરી શકીએ છીએ, આપણે તેની આગેવાનીનો અનુભવ કરી શકીએ છીએ, આપણે તેના પ્રેમને જાણી શકીએ છીએ. આપણે તેની કૃપાની ઇચ્છા કરીએ છીએ. આપણા જીવનમાં એવી ઘટનાઓ બને છે જેની વ્યાખ્યા ઈશ્વર સિવાય કોઇ નથી આપી શકતું. ઈશ્વરે ચમત્કારીક રીતે આપણને બચાવ્યા છે અને આપણા જીવનને બદલ્યું છે કે હવે આપણે તેમના અસ્તિત્વને ઓળખવા અને તેમની સ્તુતિ કરવા સિવાય કશું જ કરી નથી શકતાં. આમાંથી કોઇ પણ દલીલ કોઇને પણ ખાતરી નથી કરાવી શકતી જો એ વાતને ઓળખવાની ના પાડે છે જે પહેલેથી જ સ્પષ્ટ છે. અંતમાં, ઈશ્વરનું અસ્તિત્વ વિશ્વાસ દ્વારા સ્વીકારવું જોઇએ. (હિબ્રુ-૧૧:૬). ઈશ્વર ઉપરનો વિશ્વાસ એ અંધારામાં આંધળી છલાંગ નથી, આ એક સારી રીતે પ્રકાશિત રૂમમાં સુરક્ષિત પગલું છે જ્યાં પહેલીથી જ ઘણા બધા લોકો ઉભા છે.
English
શું ઈશ્વરનું અસ્તિત્વ છે? શું ઈશ્વરના અસ્તિત્વ નો કોઈ પુરવો છે?