settings icon
share icon
પ્રશ્ન

ઈસુ પોતાની મૃત્યુ અને પુનરુત્થાન વચ્ચેના ત્રણ દિવસોમાં ક્યાં હતા?

જવાબ


1 પિતર-3:18-19 કહે છે કે, “કેમ કે ખિસ્તે પણ એક વેળા પાપોને સારું, એટલે ન્યાયીએ અન્યાયી ઓને બદલે દુ:ખ સહ્યું કે, જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે, તેને દેહમાં મારી નાખવામાં આવ્યો, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો, તે આત્મામાં પણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ ક્યો.” 18 મી કલમમાં, વાક્ય, “આત્મામાં” તેનુ બંધારણ વાક્ય, “શરીરમાં” જેવુ જ છે. તેથી તે સૌથી વધારે યોગ્ય છે કે “આત્મા” શબ્દને તેજ શ્રેણીમાં જોડાવામા આવે જેમાં “શરીર” શબ્દ આવે છે. શરીર અને આત્માએ ખ્રિસ્તના શરીર અને આત્મા છે. “આત્મામાં સજીવન કરવામાં આવ્યો” શબ્દ તે સત્ય તરફ સંકેત કરે છે, ખ્રિસ્તનું પાપોનું ઉઠાવવું અને મૃત્યુએ તેમની માનવીય આત્માને પિતાથી અલગ કરી દીધા હતા (માથ્થી-27:46). શરીર અને આત્મામાં અંતર છે, જેમ માથ્થી-27:41 માં અને રોમન-1:3-4માં છે, અને ખ્રિસ્તના શરીર અને પવિત્ર આત્મા વચ્ચે નથી. જ્યારે પાપ માટે ઈસુનુ પ્રાયશ્ચિત પુરું થઈ ગયું, ત્યારે તેમની આત્માએ તે સંગતિ ફરીથી પ્રાપ્ત કરી લીધી જે ટુટી ગઈ હતી.

1 પિતર-3:18-22 ખ્રિસ્તના દુ:ખ ઉઠાવવા (કલમ 18) અને તેમની મહિમા (કલમ-22) વચ્ચે એક જરૂરી સંબંધનું વર્ણન કરે છે. ફ્ક્ત પિતર જ એક જરૂરી સંબંધનુ વર્ણન કરે છે. ફ્ક્ત પિતર જ એક નિશ્ચિત સૂચના આપે છે કે બન્ને ઘટનાઓ વચ્ચે શું થયું હતું. કલમ 19માં “ઉપદેશ” શબ્દ નવાં કરારમાં એક સાધારણ રીતે ઉપયોગમાં લેવામાં આવતો શબ્દ નથી જે સુવાર્તાની પ્રચારનું વર્ણન કરે છે. તેનું શાબ્દિક અર્થ કોઇ એક સૂચનાની ધોષણા કરવી છે. ઈસુ એ દુ:ખ ઉઠાવ્યું અને વધસ્તંભ પર મૃત્યુ પામ્યાં, તેમનાં શરીરણે મારી નાંખવામાં આવ્યું, અને તેમની આત્મા મૃત્યુ પામી જ્યારે તેમને પાપ બનાવવામાં આવ્યાં હતાં. પણ તેમની આત્માને જીવિત કરવામાં આવી એને તે પિતાને પરત કરવામાં આવી. પિતરના અનુસાર, પોતાની મૃત્યુ અને પુનરુત્થાન વચ્ચે કોઇ સમયે ઈસુએ “બંદીખાનામાં પડેલી આત્માઓને” જેઈને વિશેષ ધોષણા કરી હતી.

પહેલી વાત, પિતર લોકોનો ઉલ્લેખ “પ્રાણોના” રૂપમાં કરે છે “આત્માઓ” ના માં નરૂપહિં(3:20). નવાં કરારમાં, “આત્માઓ” શબ્દ સ્વર્ગદૂતો અથવા દુષ્ટઆત્માઓનુ વર્ણન કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. માણસ માટે નહિ, કલમ 22 તેનો અર્થ સ્પષ્ટ કરે છે તેવુ લાગે છે. તેની સાથે જ, બાઈબલમાં કયાંય આપણને તે બતાવવામાં નથી આવ્યું કે ઈસુ નરકમાં પણ ગયા. પ્રે.કૃ-2:31 કહે છે કે તે “હાદેસ” માં ગયો (ન્યુ અમેરીકન બાઈબલ), પણ “હાદેસ” એ નરક નથી. “હાદેસ” શબ્દ એ મરેલાંઓના પ્રેદેશનો ઉલ્લેખ કરે છે, થોડા વખત માટેની જ્ગ્યા જયાં તેઓ પુનરુત્થાનની રાહ જોવે છે. પ્રકટીકરણ-20:11-15માં NASB કે ન્યુ ઈંટરનેશનલ વર્ઝન તે બન્ને શબ્દો વચ્ચેનુ સ્પષ્ટ અંતર આપે છે. નરક ખોવાયેલાઓ માટેના ન્યાય માટેનું હંમેશાનુ અને આખરી જગ્યા છે. હાદેશ થોડાં વખત માટેની જગ્યા છે.

આપણો પ્રભુ પોતાની આત્માને પિતાના હાથમાં સોંપતા, મર્યો, અને મૃત્યુ અને પુનરુત્થાનની વચ્ચે કોઇ સમયે, મરેલાઓના રાજ્યમાં ગયા જયાં તેમણે આત્મિક પ્રાણીઓ ને ઉપદેશ આપ્યો (કદાચ નીચે પડેલા સ્વગૅદૂત, યહૂદા 6 જૂઓ) જેઓ કોઇ રીતે નૂહના સમયમા થયેલા જળપ્રલય પહેલાના સમય સાથે સંબંધિત છે. કલમ 20 તેને સ્પષ્ટ કરે છે. પિતર આપણને તે નથી બતાવતો કે તેમણે તે બંદીવાન બનાવેલા આત્માઓને શું ધોષણા કરી, પણ આ ઉધ્ધારને સંદેશ ન હોઈ શકે કારણકે સ્વર્ગદૂતોનો ઉધ્ધાર નથી થઈ શકતો (હિબ્રુ-2:16). કદાચ તે શેતાન અને તેના સમૂહ ઉપર વિજયની ધોષણા હતી (1 પિતર-3:22, ક્લોસ્સી-2:15). એફેસી-4:8-10 પણ તેઓ જ સંકેત આપતું હોય તેવું લાગે છે કે ખ્રિસ્ત “સ્વર્ગલોક” (લૂક-16:20, 23:43) માં ઉપર ગયા અને પોતાની સાથે સ્વર્ગમાં તે દરેક લોકોને લઈને ગયા જેઓએ તેમની મૃત્યુ પહેલાં તેમના પર વિશ્વાસ કર્યો હતો. આ સંદર્ભ વધારે વિસ્તાર નથી આપતો કે શું થયું હતુ, પણ લગભગ બધાં બાઈબલના વિધ્વાનો આ વાત સાથે સહેમત છે કે “બંધનમાં બંધાયેલાને લઈ ગયો” નું આ જ અર્થ છે.

તેથી બંધું જોતાં, બાઈબલ પૂરી રીતે તે સ્પ્ષ્ટ નથી કરતી કે ખ્રિસ્તે પોતાની મૃત્યુ અને પુનરુત્થાન વચ્ચેના ત્રણ દિવસોમાં શું કર્યું. તેમ છતાં, તેવું લાગે છે કે પડી ગયેલા સ્વગૅદૂતો અને/અથવા અવિશ્વાસીઓ ઉપર વિજયનો પ્રચાર કરી રહ્ય હતા. જે આપણે ચોક્ક્સ પણે જાણી શકીએ છીએ તે આ છે કે ઈસુ લોકોને મોક્ષ મેળવવાનો બીજો અવસર નથી આપી રહ્યા. બાઈબલ આપણાને બતાવે છે કે મૃત્યુ પછી આપણે ન્યાય નો સામનો કરવો પડે છે (હિબ્રુ-9:27), બીજો અવસર નહી. ખરેખર કોઇ નિશ્ચિત સ્પષ્ટ ઉતર નથી કે ઈસુ પોતાના મૃત્યુ અને પુનરુત્થાનના વચ્ચે શું કરી રહ્યા હતા. કદાચ આ તે રહસ્યોં માંનું એક છે જેની આપણને ત્યારે ખબર પડશે જયારે આપણે મહિમામાં પહોચીશું.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

ઈસુ પોતાની મૃત્યુ અને પુનરુત્થાન વચ્ચેના ત્રણ દિવસોમાં ક્યાં હતા?
© Copyright Got Questions Ministries