settings icon
share icon
પ્રશ્ન

શું જુગાર રમવું પાપ છે? બાઈબલ જુગાર રમવા વિશે શું કહે છે?

જવાબ


બાઈબલ વિશેષ રીતે જુગાર રમવુ, શરત લગાવવી, અને લોટરી વિશે કંઈ ખરાબ નથી કહેતી. બાઈબલ આપણને ચેતવની જરૂર આપે છે કે ધનની લાલચ ન કરો (1 તિમોથી-6:10, હબુ-13:15). પવિત્રશાસ્ત્ર આપણને “જલદી પૈસાવાળા બનવાના” પ્રયાસો થી દુર રહેવા માટે પણ પ્રૌત્સાહિત કરે છે (નીતિવચન–13:11, 23:5, શભાશિક્ષક-5:1૦) જુગાર ચોક્ક્સ પણે પૈસાના પ્રેમ પર કેન્દ્રિત હોય છે અને એક્દમ સ્ત્ય રૂપે લોકોને જલદી અને સરળતાથી પૈસાવાળા બનવા માટે લાલચ આપે છે.

જુગાર રમવામા શું ખરાબી છે? જુગાર રમવો એ એક કઠીન વિષય છે કારણકે જો આ મર્યાદામાં રહીને અથવા ક્યારેક–ક્યારેક કોઈ ખાસ પ્રસગોમા રમવામાં આવે, તો તે પૈસાને વ્યર્થ બગાડવા જેવું થશે, પણ તે આવશ્યક રિતે ખરાબ નથી. લોકો બીજા ઘણા કાર્ય પાછળ પૈસાનો વ્યય કરે છે. કોઇ પિક્ચર જોવું, જરુરિયાત કરતા વધારે મોંઘુ જામવાનું જમવુ, કે મહ્ત્વ વગરની વસ્તુઓ ખરીદવાની અપેક્ષાએ જુગાર રમવું એ વધારે કે ઓછું પૈસાને વ્યર્થ ગુમાવવા નથી. અને એજ સમયે, હકીકત તો એ છે કે બીજી વસ્તુઓ પાછળ પણ પૈસાનો વ્યય થાય છે જે જુગાર રમવામાને સમર્થન નથી આપતું. પૈસાનો વ્યય ન કરવો જોઈએ. વધારાના પૈસાને જુગારમાં હારી જવા કરતાં ઈશ્વરના કાર્ય માટે અથવા ભવિષ્યની જરૂરીયાત માટે બચાવીને રાખવા જોઈએ.

જ્યારે બાઈબલમાં જુગાર રમવાનો સ્પષ્ટ રીટે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પણ તે “નસીબ” અથવા “તક” નો ઉલ્લખે જરૂર કરે છે. માટે લેવીયમાં બલિદાન માટે બકરાની પસંદગી કરવા માટે ચિઠ્ઠી નાખવી. યહોશુઆએ અલગ–અલગ જાતિઓને જમીન આપવા માટે ચિઠ્ઠી નાંખીને નિર્ણય કર્યો હતો. નેહમ્યા એ નિધારિત કરવા માટે ચિઠ્ઠી નાંખી હતી કે યરૂશાલેમના અંદર કોણ રહેશે. પ્રેરિતોએ યહુદાની જગ્યાએ બીજા અન્ય પ્રેરિતની પસંદગી માટે ચિઠ્ઠી નાંખી. નીતિવચન–16-33 કહે છે કે “ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધા નો નિણય યહોવાના હાથમાં છે.”

જુગારના અડ્ડા અને લોટરિયો વિશે બાઈબલ શું કહે છે? જુગારના અડ્ડાઓ જુગારીઓને વધારેમાં વધારે પૈસાનું જોખમ ઉઠાવવા માટે દરેક પ્રકારના ષડયંત્રોનો ઉપયોગ કરે છે. ધણીવાર તેઓ ખૂબજ સસ્તી અથવા તો મફત દારૂ પીવડાવે છે. જે મદ્યપાનને ઉતેજિત કરે છે, અને તેના લીધે સાચો નિર્ણય લેવાની ક્ષમતામાં કમી આવી જાય છે. જુગારના અડ્ડામાં મોટા પ્રમાણમાં ધનરાશિ પડાવી લેવા અને વળતરમાં કંઈજ ન આપવા, અને ખૂબજ ક્ષણિક સુખ આપવાના હેતુથી દરેક પ્રકારના ષડયંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. લોટરી રમવા વાળા પોતાની જાતને એવી દર્શાવે છે કે તેઓ ભણતર માટે અથવા/અને સામાજીક કાર્યક્રમો માટે પૈસા ભેગા કરી રહયા છે. જો કે, અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે લોટરીમાં ભાગલેનારા તેઓ હોય છે જેઓ લોટરીની ટિકિટ ખરીદવા માટે ઓછા સક્ષમ હોય છે. “જ્લ્દી પૈસાવાળા બનવા” નું આકર્ષણ તેઓ માટે ખૂબજ મોટુ પ્રલોભન છે જેઓ તેમાં ભાગલેવા માટે વધારે અધિરાં છે. જીતવાના અવસરો ખૂબજ ઓછાં હોય છે જેના પરિણમે કેટલાંય લોકોના જીવન બરબાદ થઈ જાય છે.

શું ઈશ્વર લોટરી/જુગાર દ્વારા કમાયેલા પૈસાથી પ્રસન્ન થાય છે? ધણા લોકો લોટરી કે જુગાર રમવાનો દાવો એટલા માટે કરે છે જેથી તેઓ મંડળી કે બીજા સારા કર્યો માટે પૈસા આપી શકે. જ્યારે આ એક સારો ઉદ્શ્ય હોઈ શકે છે. પણ હકીકત તો એ છે કે ખૂબજ ઓછા લોકો જુગારથી જીતેલા પૈસાનો ધામિક કાયૉ માટે ઉપયોગ કરે છે. અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે લોટરી જીતવા વાળાનો એક વિશાળ બહુમત લોટરી જીતવાના થોડાક વષો પછી જ તેનાથી પણ વધારે ખરાબ આર્થિક સ્થિતિમાં હોય છે, જેટલું પહેલાં ક્યારેક ન હતા. ખૂબજ થોડા, જો કોઈ છે, સાચેજ સારા કર્યો માટે પૈસા આપે છે. વધારામાં, ઈશ્વરને સંસારમાં પોતાનો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે આપણા પૈસાની જરૂર નથી, નીતિવચન 13:11 કહે છે કે, “ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે, પણ મહેનતથી સંગ્રહ કરનારની પાસે તેનો વધારો થશે” ઈશ્વર સર્વોપરી છે અને પોતાની મંડળી માટે પ્રામાણિક સ્ત્રોતોથી પૈસા ઉપલબ્ધ કરવશે. શું નશીલી દવાઓ અને બેંકની લુંટથી પ્રાપ્ત થયેલા પૈસા ગ્રહણ કરવાથી ઈશ્વરનું સમ્માન થશે? ક્યારેક નહી: ઈશ્વરને જરૂર નથી અને તે એવા પૈસાને ઇચ્છતા પણ નથી જે ગરીબોને અમીર બનવાની લાલચ આપીને તેમની પાસેથી “ચોરી” લીધા હોય.

1 તિમોથી-6:10 આપણને કહે છે કે, “કેમ કે દ્રવ્યનો લોભ સઘળાં પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ધણાં દુ:ખોથી તેઓએ પોતાને વિંધ્યા છે” હિબ્રૂ-13:5 જાહેર કરે છે, “તમારો સ્વભાવ નીર્લોભી થાય, પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેણે કહ્યું છે કે, હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” માથ્થી-6:24 ધોષણા કરે છે કે, “કોઈથી બે ધણીની ચાકરી કરાય નહિ, કેમ કે તે એક પર દ્વેષ કરશે, ને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે, દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહિ.”

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

શું જુગાર રમવું પાપ છે? બાઈબલ જુગાર રમવા વિશે શું કહે છે?
© Copyright Got Questions Ministries