settings icon
share icon
પ્રશ્ન

હું કેવી રીતે ઇશ્વર સાથે સાચો રહી શકું?

જવાબ


ઇશ્વર સાથે “સાચા” રહેવા માટે, આપણે સૌ પ્રથમ એ સમજવુ પડશે ખોટુ શું છે. જવાબ છે પાપ. “સત્કાર્ય કરનાર કોઈ નથી, ના, એક પણ નથી” (ગીતશાસ્ત્ર–૧૪:૩ )”. આપણે ઇશ્વરની આજ્ઞાઓ વિરુધ્ધ બળવો કર્યો છે ; આપણે “સર્વ ઘેટાંની પેઠે ભટકી ગયા છીએ”. (યશાયા–૫૩:૬).

માઠા સમાચાર એ છે કે પાપ નો બદલો મરણ છે.” જે જીવ પાપ કરશે તે માર્યો જશે”. (હઝયેલ–૧૮:૪). સારા સમાચાર એ છે કે એક પ્રેમી ઇશ્વરે આપણને પ્રેરિત કર્યા છે જેથી આપણે મોક્ષ સુધી પહોંચી શકીએ. ઇશ્વર પોતાના ઉદેશ્ય ની ઘોષણા આવી રીતે કરી હતી કે તે, “ ખોવાએલું શોધવા તથા તારવા સારુ આવ્યો છે” (લૂક–૧૯:૧૦), અને તેમણે ઘોષણા કરી હતી કે તેમનો ઉદેશ્ય પુરો થઈ ગયો હતો જ્યારે તે વધસ્તંભ ઉપર, “સંપૂર્ણ થયું!” શબ્દો સાથે મૃત્યુ પામ્યા હતા (યોહાન–૧૯:૩૦).

ઇશ્વર સાથેનો સાચો સંબંધ તમારા પોતાના સ્વીકાર સાથે શરૂ થાય છે. તેનાથી આગળ ઇશ્વર ની સામે તમારા પાપો માટે એક નમ્ર અંગીકાર કરવો ( યશાયા–૫૭:૧૫) અને પાપોને છોડાવાનો દ્રઢ સંકલ્પ આવે છે. “કારણકે ન્યાયીપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, તેને તારણને અર્થે મોટી કબૂલાત કરવામાં આવે છે” ( રોમન–૧૦:૧૦ ).

આ પ્રાયશ્ચિત વિશ્વાસથી હોવું જોઈએ – ખાસ કરીને, એવો વિશ્વાસ કે ઇસુનું બલિદાનાત્મક મૃત્યુ તથા ચમત્કારિક પુનરુત્થાન તેને તમારા મોક્ષદાતા બનાવવા માટે યોગ્ય બનાવે છે. “જો તુ તારે મોઢે ઇસુ ને પ્રભુ તરીકે કબૂલ કરીશ, અને દેવે તેને મૂએલામાંથી પાછો ઉઠાડ્યો, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ તો તું તારણ પામીશ” (રોમન–૧૦:૯). બીજા ઘણા ભાગો વિશ્વાસ હોવાની જરૂરિયાત વિશે વાત કરે છે, જેમકે યોહાન–૨૦:૨૭ ; પ્રે. કૃ.–૧૬:૩૧; ગલાતી–૨:૧૬; ૩:૧૧,૨૬; અને એફેસી-૨:૮.

ઇશ્વર સાથે સાચુ રહેવું તમારી એ તમારી પ્રતિક્રિયાનો વિષય છે જેમાં ઇશ્વરે તમારા બદલે શું કર્યું છે. તેણે મોક્ષદાતાને મોકલ્યા, તમારા પાપો લઈ લેવા માટે તેમણે એક બલિદાન પૂરુ પાડ્યું (યોહાન–૧:૨૯), અને એ તમને વાયદો આપે છે: “જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે” (પ્રે. કૃ.– ૨:૨૧).

પ્રાયશ્ચિત અને ક્ષમાનું એક સુંદર ઉદાહરણ ઉડાઉ પુત્રનું દ્રષ્ટાંત છે (લૂક–૧૫:૧૧-૩૨). નાના દીકરાએ પોતાના પિતાની ભેંટ ને શરમજનક પાપમાં વેડફી નાખી (૧૩ કલમ). જ્યારે તેને પોતાના ખરાબ કામો વિશે ભાન થયું, તેણે ઘરે પાછા જવાનું નક્કી કર્યું (૧૮ કલમ). તેણે એવું ધાર્યું કે હવે તે દીકરો કહેવડાવાને લાયક નથી રહ્યો (૧૯ કલમ), પણ તે ખોટો હતો. પિતાએ જેવો પ્રેમ તે પહેલાં કરતાં હતા તેવો જ પ્રેમ તે પાછા ફરેલા બળવાખોરને કર્યો (કલમ–૨૦). બધું જ ક્ષમા કરી દીધું, અને પછી તેઓ આનંદ કરવા લાગ્યા (કલમ ૨૪). ઇશ્વર પોતાના વાયદાઓ પાળવામાં સારો છે, જેમાં ક્ષમાનો વાયદો પણ સામેલ છે. “આશાભંગ થયેલાઓની પાસે યહોવા છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે”. (ગીતશાસ્ત્ર–૩૪:૧૮).

જો તમે ઇશ્વર સાથે સાચા રહેવા માંગો છો, તો અહીંયા એક સરળ પ્રાર્થના આપવામાં આવી છે જે તમે કરી શકો છો. આ પ્રાર્થના કે બીજી કોઈ પ્રાર્થના કરવાથી તમારો બચાવ નહીં થાય. ફક્ત ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ તમને પાપોથી બચાવશે. આ પ્રાર્થના ઈશ્વર પ્રત્યેનો તમારો વિશ્વાસ અને તમારા મોક્ષ માટે રસ્તો પુરો પાડ્યો તે માટે ધન્યવાદ વ્યક્ત કરવા માટે છે. “ઈશ્વર, હું જાણું છું કે મેં તમારા વિરુધ્ધ પાપ કર્યુ છે અને હું સજા ને પાત્ર છું પણ ઈસુ ખ્રિસ્તે તે સજા પોતે લઈ લીધી છે જેને હું લાયક હતો જેથી તેનામાં વિશ્વાસ દ્વારા મને ક્ષમા મળી શકે. મોક્ષ માટે હું તમારામાં વિશ્વાસ મુકું છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે! આમીન!”

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

હું કેવી રીતે ઇશ્વર સાથે સાચો રહી શકું?
© Copyright Got Questions Ministries