પ્રશ્ન
બાઇબલ સમલૈગિકતા વિશે શું કહે છે? શું સમલૈગિકતા એક પાપ છે?
જવાબ
બાઇબલ વારંવાર આપણને કહે છે કે સમલૈગિક કાર્ય પાપ છે (ઉત્પતિ-૧૯:૧,૧૩, લેવિય-૧૮:૨૨, રોમન-૧:૨૬-૨૭, ૧ કરિંથી–૬:૯). રોમન–૧:૨૬-૨૭ સ્પષ્ટ રીતે આપણને શિક્ષા આપે છે કે સમલૈગિકતા ઇશ્વરનો નકાર કરવો અને તેમની આજ્ઞા ન માનવાનું પરિણામ છે. જ્યારે લોકો વારંવાર પાપ અને વિશ્વાસ માં બન્યા રહે છે, ત્યારે ઇશ્વર તેઓને વધારે દુષ્ટ અને પતિત પાપ “ને આધિન કરે” છે જેથી તેઓ ઇશ્વરથી અલગ જીવનની વ્યર્થતા અને નિરાશા જોઈ શકે. ૧ કરિંથી–૬:૯ ઘોષણા કરે છે કે સમલૈગિક “અપરાધી” ઇશ્વરના રાજ્યનો વારસદાર નહી થાય.ઇશ્વર એક વ્યક્તિની સૃષ્ટિ સમલૈગિક ઇચ્છાઓની સાથે નથી કરતાં. બાઇબલ આપણને બતાવે છે કે લોકો પોતાના પાપોને કારણે સમલૈગિક બની જાય છે. (રોમન-૧:૨૪-૨૭). અને અંતમાં તેમની પોતાને પસંદગી દ્વારા એક વ્યક્તિ વધારે સમલૈગિક સંવેદના સાથે જ્ન્મ લઈ શકે છે, જેવી રીતે કેટલાંક લોકો હિંસા અને બીજા પાપો સાથે જન્મ લે છે. એ કોઈપણ રૂપે વ્યક્તિને પાપપૂર્ણ ઇચ્છાઓની પસંદગી કરવા માટે તેને યોગ્ય સાબિત કરવા માટે કોઈ બહાનુ નથી આપતો. જો કોઈ વ્યક્તિ ક્રોધ/ગુસ્સાને વધારે સંવેદના સાથે જન્મ લે તો શું તે તેને અધિકાર આપે છે કે તે પોતે પોતાની આ ઇચ્છાઓ પુરી કરે. ના તેવું નહી! આવું જ સત્ય સમલૈગિકતા સાથે છે.
તેમ છ્તાં, બાઇબલ સમલૈગિકતાને બીજા અન્ય પાપોથી વધારે “મોટું” નથી બતાવતી. બધાજ પાપ ઇશ્વર પ્રત્યે અપરાધ છે. સમલૈગિકતા ૧ કરિંથી–૬:૯-૧૦ માં આપેલા પાપોની યાદીમાંનું એક છે જે એક વ્યક્તિને ઇશ્વરના રાજ્યથી દૂર રાખે છે.બાઇબલના અનુસાર ઇશ્વરની ક્ષમા જેમ વ્યભિચારી, મૃતિપૂજક, ખૂની, ચોર વગેરે માટે છે. તેવી જ રીતે સમલૈગિક માટે પણ છે. જેઓ ઇસુ ખ્રિસ્ત પર મોક્ષ માટે વિશ્વાસ કરે છે તે દરેક માટે, ઇશ્વર પાપ ઉપર વિજય માટે સામર્થનો વાયદો કરે છે, જેમાં સમલૈગિકતા પણ સામેલ છે. (૧ કરિંથી-૬:૧૧,૨ કરિંથી-૫:૧૭, ફિલીપ્પી-૪:૧૩).
English
બાઇબલ સમલૈગિકતા વિશે શું કહે છે? શું સમલૈગિકતા એક પાપ છે?