પ્રશ્ન
શું ઈસુ ઇશ્વર છે? શું ઈસુએ ક્યારેય ઇશ્વર હોવાનો દાવો કર્યો છે?
જવાબ
બાઇબલમાં આવુ ક્યાંય નોંધવામાં નથી આવ્યું કે ઈસુ એ આવા ચોક્ક્સ શબ્દો કહ્યા હોય કે “હું ઇશ્વર છું”. તેનો અર્થ એ નથી કે તેણે ક્યારેય એવો દાવો નથી કર્યો કે તે ઇશ્વર છે. ઉદાહરણ તરીકે યોહાન – ૧૦:૩૦ નાં ઈસુના આ શબ્દો ને લઈએ. “હું તથા બાપ એક છીએ”. આપણે ઈસુના આ શબ્દો પ્રત્યેની યહૂદીઓની પ્રતિક્રિયા એ જાણવા માટે જોવી જોઇએ કે તે ઇશ્વર હોવાનો દાવો કરે છે. એ જ કારણથી તેઓએ તેના ઉપર પથ્થર મારો કરવાની કોશીશ કરી. “તું માણસ છતાં પોતાને દેવ ઠરાવે છે” (યોહાન-૧૦:૩૩). યહૂદીઓ બરાબર રીતે સમજી ગયા હતા કે ઈસુ શેનો દાવો કરે છે. એટલે કે ઇશ્વર હોવાનો દાવો, ધ્યાન આપો કે ઈસુ પોતાના ઇશ્વર હોવાના દાવાને નકારતો નથી. જ્યારે ઈસુ જાહેર કરે છે, “હું તથા બાપ એક છીએ” ( યોહાન-૧૦:૩૦), ત્યારે તે કહે તે અને પિતા એક જ સ્વભાવ અને પ્રકૃતિના છે. યોહાન ૮:૫૮ બીજું ઉદાહરણ છે. ઇસુ જાહેર કરે છે, “હું તમને ખચીત ખચીત કહુ છું કે, ઈબ્રાહિમનો જન્મ થયા પહેલાંનો હું છું”. જે યહૂદીઓએ આ સાંભળ્યું તેમણે પ્રતિક્રિયામાં પથ્થરો ઉપાડ્યા અને આ ઇશ્વર નિંદા માટે તેમને પથ્થર મારીને મારી નાંખવા માંગતા હતા, એવી જ રીતે જેમ મૂસાની વ્યવસ્થાએ તેઓને આજ્ઞા આપી હતી (લેવીય-૨૪:૧૫).
યોહાન ઈસુની ઇશ્વર હોવાની ધારણાને ફરીથી કહે છે કે: “શબ્દ દેવ હતો” અને “શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો” (યોહાન- ૧:૧,૧૪). આ વચનો સ્પષ્ટ પણે સંકેત કરે છે કે ઈસુ શરીરના રૂપમાં ઇશ્વર હતા. પ્રે.કૃ. ૨૦:૨૮ આપણને કહે છે, “દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો”. કોણે મંડળીને ખરીદી છે-દેવની મંડળીને-પોતાના લોહીથી? ઈસુ ખ્રિસ્ત. પ્રે.ક્રૂ. ૨૦:૨૮ જાહેર કરે છે કે ઇશ્વરે પોતાના લોહીથી પોતાની મંડળી ખરીદી લીધી છે. તેથી, ઈસુ જ ઈશ્વર છે!
શિષ્ય થોમાએ ઈસુના વિષયમાં એવું જાહેર કર્યુ છે, “મારા પ્રભુ અને મારા દેવ” (યોહાન ૨૦:૨૮). ઈસુએ તેને સુધાર્યો નહી. તિતસ-૨:૧૩ આપણને આપણાં ઇશ્વર અને મોક્ષદાતા ઈસુ ખ્રિસ્તના આગમન માટે રાહ જોવા ઉતેજન આપે છે (૨ પિતર-૧:૧ પણ જુઓ). હિબ્રુ-૧:૮ માં, પિતા ઈસુ માટે એવું જાહેર કરે છે કે, “પણ પુત્ર વિષે તે કહે છે, ઓ દેવ, તારું રાજ્યાસન સનાતન છે, અને તારો રાજદંડ ન્યાયીપણાનો દંડ છે” પિતા ઈસુને “હે ઈશ્વર” કહે છે જે ઈસુ જ ઈશ્વર છે એવું દર્શાવે છે.
પ્રકટીકરણમાં, સ્વર્ગદૂત પ્રેરિત યોહાને ફક્ત ઈશ્વરની જ આરાધના કરવા વિશે કહે છે (પ્રકટીકરણ-૧૯:૧૦). પવિત્રશાસ્ત્રમાં ઈસુ ઘણીવાર આરાધના મેળવે છે ( માથ્થી-૨:૧૧,૧૪:૩૩,૨૮:૯,૧૭ લૂક-૨૪:૫૨, યોહાન-૯:૩૮). તેણે લોકોને તેની આરાધના કરવા બદલ ક્યારે ઠપકો નથી આપ્યો. જો ઈસુ ઈશ્વર ન હોત, તેણે લોકોને કહી દીધું હોત કે તેઓ તેની આરાધના ન કરે, તેવી રીતે જેમ સ્વર્ગદૂતે પ્રકટીકરણમાં કર્યુ. પવિત્રશાસ્ત્રમાં બીજી ઘણી બધી કલમો અને ભાગો છે જે ઈસુના ઇશ્વર હોવાની દલીલ કરે છે.
સૌથી મહત્વનું કારણ કે શા માટે ઈસુએ ઈશ્વર હોવુ જોઇએ તે એ છે કે જો ઈસુ ઈશ્વર નથી, તો તેમની મૃત્યુ આખા જગતના પાપોના દંડનું મૂલ્ય ચુકવવા માટે પર્યાપ્ત ન હોત (૧ યોહાન-૨:૨). જો તે ઇશ્વર ન હોત તો ઈસુ ફક્ત એક સર્જન કરેલ માણસ હોત, તે અનંત ઈશ્વરની સામે પાપને માટે જે દંડની જરૂર હતી તે ન ચુકવી શક્યા હોત. ફક્ત ઈશ્વર જ આ અસિમિત મૂલ્યને ચુકવી શકે છે. ફક્ત ઈશ્વર જ આ જગતના પાપોને પોતાના ઉપર લઈ શકે (૨ કરિંથી-૫:૨૧), મરી શકે, અને ફરીથી સજીવન થવા દ્વારા, મૃત્યુ અને પાપ ઉપર પોતાના વિજયને સાબિત કરી શકે છે.
English
શું ઈસુ ઇશ્વર છે? શું ઈસુએ ક્યારેય ઇશ્વર હોવાનો દાવો કર્યો છે?