settings icon
share icon
પ્રશ્ન

હું મારા જીવન માટે ઇશ્વરની ઇચ્છા કેવી રીતે જાણી શકું છું?

જવાબ


ઇશ્વરની ઇચ્છા જાણવી એ મહત્વનું છે. ઇસુએ કહ્યુ કે તેના સાચાં અનુયાયીઓ એ છે જે પિતાને ઓળખે છે અને તેની ઇચ્છા પૂરી કરે છે: “કેમ કે જે કોઈ દેવની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઇ તથા મારી બહેન તથા મારી મા છે” (માર્ક–૩:૩૫). બે દીકરાઓના દ્ર્ષ્ટાંતમાં, ઇસુ મહાયાજકો અને શાસ્ત્રીઓને પિતાની ઇચ્છા પૂરી ન કરવા બદલ ધમકાવે છે, ખાસ કરીને, તેઓ “પસ્તાવો કે વિશ્વાસ નથી કરતા” (માથ્થી–૨૧:૩૨). સૌથી આધારભૂત વાત એ છે કે, ઇશ્વરની ઇચ્છા એ છે કે આપણે આપણાં પાપોનો પસ્તાવો કરીએ અને ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ. જો આપણે હજી સુધી પ્રથમ પગલું નથી ભર્યું, તો આપણે હજી સુધી ઇશ્વરની ઇચ્છાનો સ્વીકાર નથી કર્યો.

જ્યારે એકવાર આપણે ખ્રિસ્તને વિશ્વાસથી સ્વીકાર કરી લઈએ છીએ, તો આપણે ઇશ્વરની સંતાન બની જઈએ છીએ (યોહાન-૧:૧૨), અને તે આપણને તેના માર્ગમાં અગવાઈ કરવાની ઇચ્છા રાખે છે. (ગીતશાત્ર–૧૪૩:૧૦). ઇશ્વર આપણાથી પોતાની ઇચ્છા છુપાવવાની કોશીશ નથી કરી રહ્યા, તે તેને આપણા પર પ્રગટ કરવા ઇચ્છે છે. હકીકત તો એ છે કે, તેણે પોતાના વચનમાં આપણને ઘણા બધાં નિર્દેશો આપ્યા છે. આપણે “દરેક સંજોગોમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઇસુમાં દેવની મરજી એવી છે” (૧ થેસ્સલોનિ–૫:૧૮). આપણે સારાં કાર્યો કરવા જોઈએ (૧ પિતર-૨:૧૫). અને “દેવની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યાભિચારથી દૂર રહો” (૧ થેસ્સલોનિ-૪:૩).

ઇશ્વરની ઇચ્છા જાણી શકાય તેવી અને સાબિત કરી શકાય તેવી છે. રોમન-૧૨:૨ કહે છે, “આ જગતનુ રૂપ તમે ન ધરો, પણ તમારાં મનથી નવિનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો”. આ સંદર્ભ આપણને એક મહત્વપૂર્ણ ફળ આપે છે: ઇશ્વરનું સંતાન સંસારના નિયમોનું પાલન કરવાની ના પાડે છે અને તેના બદલામાં પોતાને આત્મા દ્વારા પરિવર્તિત કરે છે. જ્યારે તેનું મન ઇશ્વરની બાબતો દ્વારા નવું થઈ જાય છે, ત્યારે તે ઇશ્વરની ચોક્કસ ઇચ્છાને જાણી શકે છે.

જેમ આપણે ઇશ્વરની ઇચ્છાને શોધીએ છીએ, ત્યારે આપણે એ નક્કી કરી લેવું જોઈએ કે આપણે કોઈ એવી વાત પર તો ધ્યાન નથી લગાવી રહ્યા ને જેના માટે બાઇબલ ના પાડે છે. ઉદાહરણ માટે, બાઇબલ ચોરી કરવાની ના પાડે છે: કેમ કે ઇશ્વરે તેના વિશે સ્પષ્ટ રીતે વાત કરી છે, આપણે જાણીએ છીએ કે તે તેની ઇચ્છા નથી કે આપણે બેંક ચોર બનીએ- આપણે ત્યાં સુધી કે તેના વિશે પ્રાર્થના કરવાની પણ જરૂર નથી. પણ, આપણે હંમેશા વિચાર કરવો જોઈએ કે આપણે જે વાતો પર ધ્યાન લગાવીએ છીએ તે ઇશ્વરની મહિમા માટે છે અને આપણને અને બીજાઓને આત્મિક રીતે વિકાસ કરવામાં મદદ કરશે.

ઇશ્વરની ઇચ્છા જાણવી એ ઘણીવાર મુશ્કેલ હોઈ શકે છે કારણકે તેના માટે ધીરજની જરૂર હોય છે. એક જ વારમાં ઇશ્વરની બધી ઇચ્છાઓ જાણી લેવાની ઇચ્છા સ્વાભાવિક છે, પણ તેવી રીતે તે કાર્ય નથી કરતા. તે આપણને પોતાની ઇચ્છા સમયાંતરે પગલે –પગલે પ્રગટ કરે છે- દરેક પગલે જે આપણે વિશ્વાસથી લઈએ છીએ- અને એવું થવા દે છે કે નિરંતર આપણે તેના ઉપર વિશ્વાસ કરતાં રહીએ. મહત્વપૂર્ણ વાત એ છે કે, જ્યારે આપણે આગળના માર્ગદર્શન માટે રાહ જોઇએ છીએ, ત્યારે આપણે સારાં કાર્યો કરવામાં કાર્યરત રહીએ છીએ જે આપણે જાણીએ છીએ કે આપણે કરવાના છે (યાકૂબ-૪:૧૭).

વારંવાર આપણે ઇચ્છીએ છીએ કે ઇશ્વર આપણને વિશેષ નિર્દેશ કરે- ક્યાં કાર્ય કરવાનું છે, ક્યાં રહેવાનું છે, કોની સાથે લગ્ન કરવાના છે, કઈ ગાડી ખરીદવાની છે, વગેરે. ઇશ્વર આપણને પસંદગી કરવાની અનુમતિ આપે છે, અને, જો આપણે તેના આધિન થઈએ છીએ, તો તે આપણી ખોટી પસંદગીઓને રોકી દે છે (જુઓ પ્રે.કૃ.-૧૬:૬-૭).

જેટલું વધારે આપણે એક વ્યક્તિને ઓળખીએ છીએ, એટલું વધારે આપણે તેની અથવા તેણીની ઇચ્છાઓથી પરિચિત થઈએ છીએ. ઉદાહરણ માટે, એક બાળક એક વ્યસ્ત રસ્તાની બીજી બાજું પડેલા એક દડાને જુએ છે જે તે તરફ જઈને પડ્યો છે, પણ તે લેવા તે તેની તરફ નથી દોડતો, કારણકે તે જાણે છે કે, “મારા પિતા નથી ઇચ્છતા કે હું તેવું કરું”. તે પોતાના પિતા પાસેથી દરેક વિશેષ પરિસ્થિતિ માટે સલાહ નથી લેતો: તે જાણે છે કે તેના પિતા શું કહેશે કારણકે તે પોતાના પિતાને ઓળખે છે. આવું જ સત્ય આપણાં ઇશ્વર સાથેના સંબંધમાં છે. જેમ આપણે ઇશ્વર સાથે ચાલીએ છીએ, વચનોનું પાલન કરીએ છીએ અને તેની આત્મા પર નિર્ભર રહીએ છીએ, આપણે જાણી શકીએ છીએ કે આપણને ખ્રિસ્તનું મન આપવામાં આવ્યુ છે (૧ કરિંથી-૨:૧૬). આપણે તેને ઓળખીએ છીએ, તે જ આપણને તેની ઇચ્છા જાણવામાં મદદરૂપ થશે. આપણે ઇશ્વરના તૈયાર માર્ગદર્શને મેળવીએ છીએ. “યથાર્થીની નેકી તેનો માર્ગ પાધરો કરે છે, પણ દુષ્ટ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે” (નીતિવચનો–૧૧:૫).

જો આપણે ઇશ્વર સાથે નિકટતાથી ચાલી રહ્યા છીએ અને ખરાઈથી આપણાં જીવનો માટે તેની ઇચ્છાને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખીએ છીએ, તો ઇશ્વર પોતાની ઇચ્છા આપણાં હ્ર્દયોમાં રાખી દેશે. ઇશ્વરની ઇચ્છાની ચાહ રાખવી એ ચાવી છે, આપણી પોતાની ઇચ્છા નહી. “જેથી તું યહોવામાં આનંદ કરીશ, અને તે તારા હ્ર્દયની ઇચ્છાઓ પૂરી પાડશે” (ગીતશાસ્ત્ર–૩૭:૪).

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

હું મારા જીવન માટે ઇશ્વરની ઇચ્છા કેવી રીતે જાણી શકું છું?
© Copyright Got Questions Ministries