પ્રશ્ન
એક વાર મોક્ષ મેળવ્યો હંમેશા માટે મોક્ષ મેળવ્યો?
જવાબ
જ્યારે એક્વાર વ્યક્તિને મોક્ષ મળી જાય છે તો શું હંમેશા માટે તેઓને મોક્ષ મળી જાય છે? જ્યારે લોકો ખ્રિસ્તને પોતાના મોક્ષદાતાના રૂપમાં ઓળખી લે છે, ત્યારે તેઓ ઇશ્વર સાથે સંબંધમાં આવે છે જે તેઓના મોક્ષની અનંતકાળની સુરક્ષા હોવાની ગેરંટી છે. પવિત્ર શાસ્ત્રના અનેક સંદર્ભ આ સચ્ચાઇની ઘોષણા કરે છે.
(અ) રોમન-૮:૩૦ ઘોષણા કરે છે, “વળી જેઓને તેણે અગાઉથી મુકરર કર્યા. તેઓને તેણે તેડ્યા પણ, અને જેઓને તેણે તેડ્યા, તેઓને તેણે ન્યાયી પણ ઠરાવ્યા, અને જેઓને તેણે ન્યાયી ઠરાવ્યા, તેઓને તેણે મહિમાવંત પણ કર્યા”. આ વચન આપણને બતાવે છે કે જે ઘડીએ ઇશ્વર આપણને પસંદ કરી લે છે, તો એવું થાય છે કે માનો આપણને સ્વર્ગમાં તેની હાજરીમાં મહિમા આપવામાં આવી રહી હોય. એવું કોઈ કારણ નથી કે ઇશ્વર પહેલાંથી જ તેઓને સ્વર્ગમાં નિયુક્ત કર્યા છે. એક વાર કોઈ વ્યક્તિ ધર્મી બને છે, તો તેના મોક્ષની ગેરંટી મળી ગઈ- તે એટલું જ સુરક્ષિત છે જેવું કે પહેલાંથી જ સ્વર્ગમાં મહિમા મેળવી હોય.
(બ) પાઉલ રોમન-૮:૩૩-૩૪ માં બે મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે, “ દેવના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર દેવ છે, તો તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૂઓ, હા, જે મૂએલામાંથી પાછો પણ ઉઠયો તે ખ્રિસ્ત ઇસુ છે, તે દેવને જમણે હાથે છે, ને આપણે સારું મધ્યસ્થા પણ કરે છે”. દેવના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? કોઈ પણ નહી, કારણકે ખ્રિસ્ત આપણો વકીલ છે. આપણને કોણ દંડ આપશે? કોઈ પણ નહી, કારણકે ખ્રિસ્ત, જે આપણા માટે મર્યો, એ જ દંડ આપે છે. આપણી પાસે આપણા મોક્ષદાતાના રૂપમાં વકીલ અને ન્યાયાધિશ બન્ને છે.
(ક) વિશ્વાસીઓ ત્યારે નવો જન્મ લે છે (નવો જન્મ પામેલા) જ્યારે તેઓ વિશ્વાસ કરે છે (યોહાન–૩:૩, તિતસ-૩:૫). ખ્રિસ્તીને પોતાનો મોક્ષ ગુમાવવા માટે, તેણે પોતે અનવીનીકૃત થવું પડશે. બાઇબલ એવું કોઈ પ્રમાણ નથી આપતી કે નવો જન્મ પાછો લઈ શકાય છે.
(ડ) પવિત્ર આત્મા દરેક વિશ્વાસીઓની અંદર વાસો કરે છે (યોહાન-૧૪:૧૭, રોમન ૮:૯) અને બધાં વિશ્વાસીઓને ખ્રિસ્તની દેહમાં બાપ્તિસ્મા આપે છે (૧ કરિંથી-૧૨:૧૩). એક વિશ્વાસીને મોક્ષરહિત થવા માટે, તેવો “અ-વાસો” અને ખ્રિસ્ત ની દેહમાંથી અલગ થવું પડશે.
(ઈ) યોહાન-૩:૧૫ કહે છે કે જે કોઈ પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને “અનંત જીવન મળશે”. જો તમે આજે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને અનંત જીવન મેળવી લો છો, પણ કાલે તેને ગુમાવી દો છો, તો પછી તે ક્યારેય અનંત હતું જ નહી. એટલા માટે, જો તમે તમારા મોક્ષને ગુમાવો છો, તો બાઇબલમાં અનંત જીવનની પ્રતિજ્ઞા ખોટી હશે.
(ફ) સૌથી વધારે નિર્ણાયક દલીલ માટે, હું વિચારું છું કે પવિત્ર શાસ્ત્ર સ્વયં સૌથી સારી રીતે કહે છે, “કેમકે મારી ખાતરી છે કે મરણ કે જીવન દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભુતકળનું કે પરક્રમીઓ ઉંચાણ કે ઉંડાણ કે, કોઈ પણ બીજી સ્પષ્ટ વસ્તુ, દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઇસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ” (રોમન-૮:૩૮-૩૯). યાદ રાખો કે જે ઇશ્વર તમને મોક્ષ આપ્યો તે જ તમને સંભાળીને રાખશે.
એક વાર આપણે મોક્ષ પ્રાપ્ત કરી લઈએ છીએ તો એ હંમેશા માટે થઈ જાય છે. આપણો મોક્ષ ચોક્ક્સ પણે અનંતકાળ માટે સુરક્ષિત છે!
English
એક વાર મોક્ષ મેળવ્યો હંમેશા માટે મોક્ષ મેળવ્યો?