પ્રશ્ન
શું પાળતું/જાનવરો સ્વર્ગમાં જશે? શું પાળતું/જાનવરોમાં પ્રાણ હોય છે?
જવાબ
બાઇબલ આ વિષયમાં કોઈ શિક્ષા નથી આપતું કે પાળતું/જાનવરો પાસે “પ્રાણ” છે કે પાળતું/જાનવરો સ્વર્ગ માં જશે. તેમ છ્તાં, આપણે પવિત્રશાત્ર ના કેટલાક સામાન્ય બાઇબલ આધારિત સિધ્ધાંતોને લઈને આ વિષય પર પ્રકાશ પાડી શકીએ છીએ. બાઇબલ કહે છે કે મનુષ્ય (ઉત્પતિ-૨:૧૭) અને જાનવરો (ઉત્પતિ–૧:૩૦,૬:૧૭,૭:૧૫,૨૨) બન્નેમાં “જીવનનો શ્વાસ છે” તેથી જ, માણસ અને જાનવરો બન્ને જીવિત પ્રાણી છે. માણસ અને જાનવરો મધ્યે મૂળભૂત ભિન્નતા એ છે કે માણસ ઇશ્વરના સ્વરૂપ અને પ્રતિમામાં બનાવવામાં આવ્યો છે (ઉત્પતિ–૧:૨૬-૨૭). જ્યારે જાનવરો નથી બનાવવામાં આવ્યા. ઇશ્વરના સ્વરૂપ અને પ્રતિમામાં બનાવવાનો અર્થ છે કે માણસ ઇશ્વર જેવો છે, તેમાં આત્મિકતાની યોગ્યતા, બુધ્ધિ, ભાવના, અને ઇચ્છા છે, અને તેઓના અસ્તિત્વમાં રહેવાનો ભાગ છે જે મૃત્યુ બાદ પણ બની રહેશે. જો પાળતું/જાનવરોમાં “પ્રાણ” અથવા અપાર્થિવ ભાગ હોત, તો તેને ભિન્ન અને ઓછા “ગુણો” વાળું હોવું જોઈતું હતું. આ ભિન્નતાનો અર્થ એ છે કે પાળતું/જાનવરોના “પ્રાણ” મૃત્યુ પછી બની રહેતા .
બીજી ધ્યાનમાં લેવાની બાબત એ છે કે જાનવરો ઇશ્વરે ઉત્પતિ ના સમયે કરેલી સૃષ્ટિ નો એક ભાગ છે. ઇશ્વરે જાનવરોને બનાવ્યા અને કહ્યું કે તે સારું છે (ઉત્પતિ-૧:૨૫). તેથી, કોઈ એવું કારણ નથી કે નવી પૃથ્વી પર શા માટે જાનવર ન હોઈ શકે (પ્રકટીકરણ-૨૧:૧). ઇશ્વરના હજારવર્ષના રાજ્યમાં ચોક્ક્સ રૂપે જાનવરો હશે (યશાયા-૧૧:૬,૬૫:૨૫). એ ચોક્ક્સ રૂપે કહેવું અશક્ય છે કે આ જાનવરો માંથી કેટલાક પાળતું હશે જેમ આપણી પાસે આ પૃથ્વી પર છે. આપણે જાણીએ છીએ કે ઇશ્વર ન્યાયી છે અને જ્યારે આપણે સ્વર્ગમાં જઈશું ત્યારે આપણે આપણી જાતને આ સમસ્યા ઉપર તેમના નિર્ણયમાં સહમત મેળવીશું, પછી ભલે તે ગમે તે હોય.
English
શું પાળતું/જાનવરો સ્વર્ગમાં જશે? શું પાળતું/જાનવરોમાં પ્રાણ હોય છે?