settings icon
share icon
પ્રશ્ન

મારા માટે કયો ધર્મ સાચો છે?

જવાબ


ફાસ્ટફૂડની રેસ્ટોરંટમાં એકદમ એવું જ ભોજન જેવું આપણે પસંદ કરીએ છીએ તેવી રીતે આપણને લલચાવે છે. કેટલાંક કોફી શોપ પોતાની કોફીની સેંકડો વેરાયટી માટે ઘમંડ કરે છે. ત્યાં સુધી કે મકાનો ઘરે કારો ખરીદતી વખતે, આપણે આપણી ઇચ્છા મુજબના વિકલ્પો અને વિશેષતાવાળું જોઈ શકીએ છીએ. આપણે હવે ફક્ત ચોકોલેટ, વેનિલા, અને સ્ટ્રોબેરીની દુનિયામાંજ નથી જીવતા. પસંદગી જ અહીંયા સર્વોચતા છે! તમે તમારી પોતાની વ્યક્તિગત રુચિઓ અને જરૂરીયાત અનુસાર તમારી જરૂરીયાતની કોઇ પણ વસ્તુ મેળવી શકો છો.

તેથી એક એવા ધર્મ વિશે તમારો શું વિચાર છે જે તમારા માટે એકદમ સાચો છે ? એક એવા ધર્મ વિશે શું વિચારે છે જે દોષ – રહિત, જે માંગણી ન કરતો હોય, અને અનેક કષ્ટદાયી આ કરો અને આ ન કરોની આજ્ઞાઓથી હેરાન ન કરતો હોય ? તે ત્યાં છે, એકદમ તેવો જેવો મેં તેનું વર્ણન કર્યું છે. પણ શું ધર્મ એવો છે જે મનપસંદ આઈસ્ક્રીમની જેમ પસંદ કરી શકાય ?

આપણું ધ્યાન આકર્ષવા માટે ઘણાં બધા અવાજો હરીફાઈમાં રહે છે, તેથી શા માટે કોઈ તેનાથી ઉપર કોઈ ઇસુના નામનો વિચાર કરે, માની લ્યોં મોહમ્મદ તથા કન્ફ્યૂશિયસ, બુધ્ધ તથા ચાર્લ્સ ટેઝ રસલ, કે જોસેફ સ્મિથ ? બધું મળીને, શું બધા જ રસ્તાઓ સ્વર્ગમાં નથી જતા ? શું દરેક ધર્મો મૂળ રીતે એક જ નથી ? સત્ય એ છે કે દરેક ધર્મો સ્વર્ગમાં નથી લઈ જતા, એકદમ તેવી રીતે જેમ દરેક રોડ ઇન્ડિયા નથી લઈ જતા. ફક્ત ઇસુ જ ઇશ્વરના અધિકાર સાથે વાત કરે છે કેમ કે ફક્ત ઇસુએ જ મૃત્યુ પર વિજય મેળવ્યો છે. મોહમ્મદ, કન્ફ્યૂશિયસ અને બીજાં કોઇ આજ સુધી પોતાની કબરોમાં દફન છે. પણ ઇસુ, પોતાના સામર્થ વડે, ક્રૂર રોમન વધસ્તંભ પર મર્યા પછી પોતાની કબરમાંથી બહાર આવી ગયા. કોઈપણ જેનો મૃત્યુ પર અધિકાર હોય તે આપનૂં ધ્યાન આકર્ષવા માટે યોગ્ય છે. મૃત્યુ પર અધિકાર મેળવેલો કોઈ પણ વ્યક્તિ સાંભળવાને યોગ્ય છે.

ઇસુના પુનરુત્થાનના પ્રમાણો અભિભૂત કરવા વાળા છે. પહેલું, સજીવન થયેલ ખ્રિસ્તના પાંચસોથી વધારે નજરેથી જોયેલા સાક્ષીઓ છે! તે ઘણા બધાં નજરેથી જોનારા સાક્ષીઓ છે. પાંચસો લોકોના અવાજને અવગણી ન શકાય. ત્યાં ખાલી કબર વિશેની પણ વિગત છે. ઇસુના દુશ્મનો ખૂબજ સરળાથી તેના સજીવન થવાની દરેક વાતો પર તેના મૃત સડી રહેલા શરીરને પૃસ્તુત કરીને રોકી શકયા હોત, પણ તેઓની પાસે ત્યાં પૃસ્તુત કરવા માટે કોઈ મૃત શરીર ન હતું! કબર ખાલી હતી! શું શિષ્યોએ તેમનું શરીર ચોરી લીધું હતું? એવું ન હતું. એવી સંભાવનાને રોકવા માટે, ઇસુની કબરને હથિયારોથી સજ્જ સૈનિકો દ્વારા ભારી સંખ્યામાં રક્ષા કરવામાં આવતી હતી. એ વાતને ધ્યાનમાં રાખતા કે તેના નજીકના અનુયાયી તેના પકડાઈ જવા તથા વધસ્તંભ પર લટકાઈ જવાના ડરથી ભાગી ગયા હતા. આ વાત અસંભવ જેવી લાગે છે કે ડરેલા માછીમારોનું આ સમૂહ પ્રશિક્ષિત, વ્યવસાયિક સૈનિકો સામે લડતા. ન તો તે પોતાના જીવનોને- એક છેતરપિંડી માટે બલિદાન કરે અથવા શહીદ થઈ જાય જેમ કે તેઓ માંથી ઘણાંએ કર્યું. હકીકત તો તે છે કે ઇસુના ફરીથી સજીવન થવાનું વર્ણન ન કરી શકીએ!

ફરીથી, મૃત્યુ પર અધિકાર મેળવેલો કોઈ પણ વ્યક્તિ સાંભળવાને યોગ્ય છે. ઇસુએ મૃત્યુ પરના પોતાના સામર્થને સાબિત કર્યો; તેથી તે જે કહે છે તે આપણે સાંભળવું જોઈએ. ઇસુ પોતે જ ફક્ત મોક્ષનો માર્ગ હોવાનો દાવો કરે છે (યોહાન-૧૪: ૬). તે એક રસ્તો નથી ; તે ઘણાં બધા રસ્તાઓમાંનો એક નથી. ઇસુ જ માર્ગ છે.

અને આ સમયે ઇસુ કહે છે, “ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ” (માથ્થી-૧૧:૨૮). આ એક કઠોર સંસાર છે અને જીવન કઠિન છે. આપણામાંથી ઘણાખરા લોહીયાળ, ઘાયલ, અને સંઘર્ષરત છે. સહેમત છો? તો તમે શું ઇચ્છો છો? પુન:સ્થાપના કે ફક્ત ધર્મ ? એક જીવિત મોક્ષદાતા ને કે મરી ગયેલા કેટલાંય “પ્રબોધકો” માંથી એક ને? એક ઉદેશ્યવાળો સંબંધ કે ખાલી રીતી-રીવાજો ? ઇસુ એક વિકલ્પ નથી. ઇસુ જ વિક્લ્પ છે!

ઇસુ એક સાચો “ધર્મ” છે જો તમે માફી શોધી રહ્યા હોય તો (પ્રે.કૃ. ૧૦:૪૩). ઇસુ એક સાચો “ધર્મ” છે જો તમે ઇશ્વર સાથે એક ઉદેશ્યવાળો સંબંધ શોધી રહ્યા હોય તો (યોહાન-૧૦:૧૦). ઇસુ એક સાચો ધર્મ છે જો તમે સ્વર્ગ માં અનંતકાળનું ઘર શોધી રહ્યા હોય તો (યોહાન-૩:૧૬). તમારા મોક્ષદાતાના રૂપમાં તમારા વિશ્વાસને ઇસુ ખ્રિસ્ત પર મૂકો; તમે ક્યારેય પસ્તાશો નહી! તમારા પાપોની માફી માટે તેની તરફ ફરો; તમે ક્યારેય નિરાશ નહીં થાઓ.

જો તમે ઇશ્વર સાથે એક ઉદેશ્યવાળો સંબંધ શોધી રહ્યા હોય તો, અહીંયા એક સરળ પ્રાર્થના આપવામાં આવી છે જે તમે કરી શકો છો. આ પ્રાર્થના કે બીજી કોઈ પ્રાર્થના કરવાથી તમારો બચાવ નહીં થાય. ફક્ત ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ તમને પાપોથી બચાવશે. આ પ્રાર્થના ઈશ્વર પ્રત્યેનો તમારો વિશ્વાસ અને તમારા મોક્ષ માટે રસ્તો પુરો પાડ્યો તે માટે ધન્યવાદ વ્યક્ત કરવા માટે છે. “ઈશ્વર, હું જાણું છું કે મેં તમારા વિરુધ્ધ પાપ કર્યુ છે અને હું સજા ને પાત્ર છું પણ ઈસુ ખ્રિસ્તે તે સજા પોતે લઈ લીધી છે જેને હું લાયક હતો જેથી તેનામાં વિશ્વાસ દ્વારા મને ક્ષમા મળી શકે. મોક્ષ માટે હું તમારામાં વિશ્વાસ મુકું છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે! આમીન!”

શું તમે અહીંયા જે વાંચ્યું તેના કારણો તમે ખ્રિસ્ત માટે કોઈ નિર્ણય કર્યો છે ? જો કર્યો હોય તો “મે આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” નામના નીચે આપેલા બટ્ન ઉપર ક્લિક કરો.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

મારા માટે કયો ધર્મ સાચો છે?
© Copyright Got Questions Ministries