settings icon
share icon
પ્રશ્ન

બાઈબલ લગ્ન પહેલા/લગ્નપૂર્વના શારીરિક સંબંધ વિશે શું કહે છે?

જવાબ


બાઈબલમાં એવા કોઇ હિબ્રૂ કે ગ્રીક શબ્દોનો ઉપયોગ કરવામાં નથી આવ્યો જે ચોક્ક્સ રીતે લગ્ન પહેલા શારીરિક સંબંધને દર્શાવતું હોય. બાઈબલ કોઇ વિવાદ વગર વ્યાભિચાર અને શારીરિક અનૌતિકતાની નિદાં કરે છે, પરંતુ શું લગ્ન પહેલા શારીરિક સંબંધને શારીરિક અનૌતિકતા સમજવું જોઈએ? 1 કરિંથી-7:2 અનુસાર, “હા” તેનો સ્પષ્ટ ઉતર છે: “પણ વ્પભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા સ્ત્રીએ લગ્ન કરવું”. આ વચનમાં ,પાઉલ કહે છે કે લગ્ન એ શારીરિક અનૌતિકતા માટે “ઉપાય” છે. 1 કરિંથી-7:2માં આવશ્યક રીતે કહેવામાં આવ્યું છે કે, કારણકે લોકોને પોતાની જાત ઉપર નિયંત્રણ નથી અને તેથી ધણાં લગ્ન બહારના શારીરિક સંબંધોમાં છે, તેથી લોકોએ લગ્ન કરી લેવું જોઈએ. ત્યારે તેઓ પોતાની ઈરછાઓને નૈતિક રીતે પૂરી કરી શકે છે.

કેમકે 1 કરિંથી-7:2 સ્પષ્ટ રીતે શારીરિક અનૈતિકતાના અર્થમાં લગ્ન પહેલાના શારીરિક સંબંધનો સમાવેશ કરે છે, બાઈબલના દરેક વચનો જે શારીરિક અનૈતિકતાને પાપ ગણાવે છે તે લગ્ન પહેલાના શારીરિક સંબંધને પણ પાપ ગણાવે છે. લગ્ન પહેલા શારીરિક સંબંધનો શારીરિક અનૈતિકતાના અર્થના રૂપમાં બાઈબલમાં સમાવેશ થાય છે. પવિત્રશાસ્ત્રમાં ધણાં વચનો છે જે લગ્ન પહેલાનાં શારીરિક સંબંધને પાપના રૂપમાં ધોષણા કરે છે (પ્રે.કૃ.-15:20; 1 કરિંથી-5:1, 6:13, 18; 10:8; 2કરિંથી-12:21; ગલાતી-5:19; એફેસી-5:3; ક્લોસ્સી-3:5; 1 થેસ્સલોનિકી-4:3; યહૂદા-7). બાઈબલ લગ્ન પહેલા સંપૂર્ણ આત્મસંયમ ને પ્રોત્સાહિત કરે છે. પતિ અને પત્નીના વચ્ચેનો શારીરિક સંબંધ એવો શારીરિક સંબંધ છે જેનું ઈશ્વર મંજુરી આપે છે (હિબ્રૂ-13:4).

ઘણીવાર આપણો શારીરિક સંબંધને પ્રજોત્પાદન કરવાના બદલે ફકત “આનંદ” કરવાના રૂપમાં જ જોઈએ છીએ. લગ્નની સીમાની અંદર શારીરિક સંબંધ આનંદદાયક છે, અને ઈશ્વરે તેને તેજ રીતે બનાવ્યું છે. ઈશ્વર ઈરછે છે કે પુરુષ અને સ્ત્રી લગ્નની સીમાઓમાં રહીને શારીરિક ક્રિયાઓને માણે. ગીતોનું ગીત અને બાઈબલના બીજાં અન્ય સંદર્ભ (જેમ કે નીતિવચન-5:19) શારીરિક સંબંધના આનંદનું સ્પષ્ટ વિવરણ કરે છે. તેમ છતાં, દંપતિએ તે સમજવું જરૂરી છે કે શારીરિક સંબંધનો ઈશ્વરનો હેતુ બાળકોને જન્મ આપવાનો પણ છે. આ રીતે, એક દંપતિનું લગ્ન પહેલા શારીરિક સંબંધમાં જોડાવું તે બેગણું ખોટું છે - તેઓ તે આનંદને માણી રહ્યા છે જે તેઓ માટે નથી, અને તેઓ એક પારિવારીક માણખું જે ઈશ્વરે દરેક બાળક માટે બનાવ્યું છે તેની બહાર એક માણસના જીવનને જન્મ આપવાના જોખમને ઉઠાવે છે.

જ્યારે વ્યવહારિકતા સાચું કે ખોટું હોવાનો નિર્ણય નથી કરતી, જો લગ્ન પહેલાના શારીરિક સંબંધ ઉપરના બાઈબલના સંદેશનું પાલન કરવામાં આવે,તો શારીરિક સંબંધની ક્રિયાઓ દ્વારા થવા વાળા રોગોમાં ઘણો બધો ઘટાડો આવશે, ગર્ભપાતમાં ધટાડો આવશે, ઓછી કુંવારી માતાઓ બનશે અને ખૂબજ ઓછા અનઈચ્છિત ગર્ભ રહેશે, અને ખૂબ જ ઓછા એવા બાળકો હશે જેના બન્ને માતાપિતા તેઓની સાથે નથી, લગ્ન પહેલા શારીરિક સંબંધની વાત આવે ત્યારે આત્મસંયમ જ ઈશ્વરની એકમાત્ર નીતિ છે. આત્મસંયમ જીવનોને બચાવે છે, શિશુઓની રક્ષા કરે છે, શારીરિક સંબંધને યોગ્ય મૂલ્ય આપે છે, અને, ખૂબજ મહત્વનું, ઈશ્વરને સમ્માન આપે છે.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

બાઈબલ લગ્ન પહેલા/લગ્નપૂર્વના શારીરિક સંબંધ વિશે શું કહે છે?
© Copyright Got Questions Ministries