પ્રશ્ન
અન્ય ભાષાઓમાં બોલવાનું વરદાન એટલે શું?
જવાબ
અન્ય ભાષાઓમાં બોલવાની પહેલી ઘટના પ્રે.કૃ.-2:1-4 માં પેન્તિકોસ્તના દિવસે ઘટી. પ્રેરિતો ટોળા સાથે સુવાર્તા, તેઓને તેઓની ભાષામાં વાતો કરીને આપી રહ્યા હતા: “ક્રીતીઓ તથા અરબો, આપણી પોતાપોતાની ભાષાઓમાં દેવનાં મોટાં કામો વિષે તેઓને બોલતાં સાંભણીએ છીએ” (પ્રે.કૃ.-2:11). ભાષાઓ માટે જે ગ્રીક શબ્દનું ભાષાંતર કરવામાં આવ્યું છે તેનો અર્થ “અન્યભાષા” છે. તેથી, અન્યભાષાનું વરદાન એક વ્યકિત દ્વારા એવી ભાષામાં બોલીને બીજી વ્યકિતની આત્મિક સેવા કરવી કે જે તે ભાષા જાણે છે. 1 કરિંથી અધ્યાય 12-14માં, પાઉલ કહે છે કે, “વળી, ભાઈઓ, જોહું તમારી પાસે આવીને અન્ય ભાષાઓ બોલું, અને જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધે કે શિખામણરૂપે તમારી આગળ ન બોલું તો હું તમને શો લાભ કરું?” (1 કરિંથી-14:6 ). પાઉલ પ્રેરિત અનુસાર, અને પ્રે.કૃ. માં વણૅન કરવામાં આવેલી અન્ય ભાષાઓ સાથે સહમત થઈને, અન્ય ભાષામાં બોલવું તે વ્યકિત માટે મૂલ્યવાન છે જે ઈશ્વરરનો સંદેશ પોતાની ભાષામાં સાંભળે છે, પણ અન્ય બીજાઓ માટે આ ત્યાં સુધી મહત્વ વગરનું છે જ્યાં સુધી તેનું ભાષાંતર ન કરવામાં આવે.
અન્ય ભાષાનું ભાષાંતરનું વરદાન મેળવનાર વ્યકિત (1 કરિથી-12:30) એ સમજી શકે છે કે અન્યભાષા બોલવા વાળો વ્યકિત શું કરી રહ્યો છે અન્યથા તે નથી જાણી શકતો કે કઈ ભાષા બોલવામાં આવી રહી છે. અન્યભાષા નું ભાષાંતર કરવા વાળો વ્યકિત પછી અન્યભાષાના સંદેશને દરેક લોકો માટે ભાષાંતર કરશે, જેથી દરેક લોકો સમજી શકે. “એ માટે અન્યભાષા બોલનારે એવી પ્રાર્થના કરવી જોઈએ કે તે પોતે તેનો અથૅ પણ સમજાવી શકે” (1 કરીથી-14:13). પાઉલનો જે અન્યભાષાઓનું ભાષાંતર કરવામાં નથી આવતું તે વિશેનો નિષ્કર્ષ ખૂબજ શકિતશાળી છે: “તોપણ મંડણીમાં અન્યભાષામાં દશ હજાર શબ્દો બોલવા કરતાં બીજાઓને પણ શીખવવાને પાંચ શબ્દ પોતાની સમજશકિતથી બોલવાનું હું પસંદ કરું છું” (1 કરિથી-14:19).
શું અન્યભાષામાં બોલવાનું વરદાન આજે પણ છે? 1 કરિથી-13:8 અન્યભાષાના વરદાનની સમાપ્તિ વિશે ઉલ્લેખ કરે છે, તેમા છતાં 1કરિથી-13:10 માં “સર્વસિધ્ધ” ના આવવા સાથે તેને જોડવામાં આવ્યું છે. કેટલાંક લોકો વાક્યમાં ગ્રીક ક્રિયાઓની ભિન્નતા જે પ્રબોધ અને જ્ઞાનની “સમાપ્તિ” અને અન્યભાષા ની મ્ધ્યમાં કે આ “સમાપ્ત થઈ જશે” ને “સર્વસિધ્ધ” ના આગમન પહેલા જ અન્યભાષા સમાપ્ત થવાના પ્રમાણના રૂપમાં સંકેત આપે છે. જ્યારે આ શક્ય છે, પણ આ પવિત્ર શાસ્ત્રમાં સ્પષ્ટ નથી કરવામાં આવ્યું. કેટલાક લોકો યશાયા-28:11 અને યોએલ-28:29 જેવા સંદર્ભો તરફ પ્રમાણના રૂપમા સંકેત કરે છે કે અન્યભાષામાં બોલવું ઈશ્વરનો આવવા વાળા ન્યાયનું એક ચિહ્ન હતું. 1 કરિથી-14:22 અન્યભાષાને “અવિશ્વાસીઓ માટે ચીહ્ન” ના રૂપમાં વર્ણન કરે છે. આ દલીલના અનુસાર, અન્યભાષાનું વરદાન યહૂદીઓ માટે એક ચેતાવણી હતી કે ઈશ્વર ઈસ્ત્રાએલનો ન્યાય કરવાના છે કારણકે તેઓએ ઈસુ ખ્રિસ્તને તારણહારના રૂપમાં નકાર કરી દીધો હતો. તેથી, જ્યારે ઈશ્વરે સાચે જ ઈસ્ત્રાએલનો ન્યાય કર્યો (ઈ.સ.70માં રોમનો દ્વારા યરૂશલેમને વિનાશ કરવા દ્વારા), હવે અન્યભાષાના વરદાનનો હેતુસરનો ઉપયોગ કરવામાં નથી આવતો. જ્યારે આ દ્રષિટકોણ શકય છે, અન્યભાષાના પ્રાથમિક ઉદેશ્યની પૂર્ણતા આવશ્યક રીતે તેના સમાપ્ત થવાની માંગ નથી કરતી. પવિત્રશાસ્ત્ર નિષ્કર્ષના રૂપમાં કયારેય પણ એ વાત પર ભાર નથી મૂકતું કે અન્યભાષામાં બોલવાનું વરદાન સમાપ્ત થઈ ગયું અથવા બંધ થઈ ગયું છે.
તે જ સમયે, જો અન્યભાષામાં બોલવાનું વરદાન આજે પણ મંડળીમાં ક્રિયારત હોય તો તે પવિત્રશાસ્ત્રના કરાર અનુસાર ઉપયોગ કરવામાં આવે છે. તે એક વાસ્તવિક અને સમજાય તેવી ભાષા હશે (1 કરિથી-14:10). તે એક બીજી ભાષા બોલનાર વ્યકિત સાથે ઈશ્વરનું વચન સંભળાવવાના ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે હશે (પ્રે.કૃ.-2:6-12). તે પાઉલ પ્રેરિત દ્વારા ઈશ્વરે આપેલી આજ્ઞાની સહમતિમાં હશે, “જો કોઇ અન્ય ભાષા બોલે, તો બે અથવા બહુ તો ત્રણ જણ બોલે, અને તે પણ વારાફરતી, અને એકે તેનો અર્થ સમજાવવવો. પણ જો અર્થ સમજાવનાર કોઇ ન હોય, તો મંડળીમાં તેણે છાના રહેવું, અને પોતાની મનની સાથે તથા દેવની સથે બોલવું” (1 કરિથી-14:27-28). તે 1 કરિથી-14:33 અનુસાર પણ હશે, “કેમ કે જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ, દેવ અવ્યવસ્થાનો નહિ, પણ શાંતિનો દેવ છે.”
ઈશ્વર ચોક્કસ રૂપે એક વ્યકિતણે અન્યભાષા બોલવાનું વરદાન આપી શકે છે જેથી તે બીજી ભાષા બોલનાર વ્યકિતની સાથે વાતચીત કરવા યોગ્ય બની શકે. પવિત્ર આત્મા આત્મિક વરદાનો વહેંચવામાઅં સર્વોપરી છે (1 કરિથી-12:11). કલ્પના કરો કે મિશનરી લોકો કેટલાં વધારે ફળદાયી થઈ જશે જ્યારે તેઓને ભાષા શીખવા માટે સ્કૂલે નહી જવું પડે, અને તે એકદમ જ લોકો સાથે તેઓની ભષામાં વાતચીત કરવા માટે સામર્થી થઈ જશે. જો કે, ઈશ્વર આવું કરતાં જોઈ નથી શકતા. આજ ના સમયમાં અન્યભાષાઓ તે રીતે પ્રગટ નથી થઈ રહી જેવી રીતે નવાં કરારના સમયમાં થતી હતી. વિશ્વાસીઓનો એક મોટો સમુદાય અન્યભાષામાં બોલવાના વરદાનનો અભ્યાસ કરતી હોવાનો દાવો કરે છે પરંતુ તેઓ આવું પવિત્ર શાસ્ત્રાની સહમતી સાથે નથી કરતાં જેવું આપણે પહેલાં ઉલ્લેખ કરી ચુક્યા છીએ. આ સત્યો એક નિષ્કર્ષ તરફ લઈ જાય છે કે અન્ય ભાષાઓનું વરદાન સમાપ્ત થઈ ગયું છે અથવા આજના સમયમાં મંડળી પ્રત્યે ઈશ્વરની યોજનામાં ખૂબજ નિમ્ન સ્તર પર છે.
English
અન્ય ભાષાઓમાં બોલવાનું વરદાન એટલે શું?