settings icon
share icon
પ્રશ્ન

આત્મહત્યા પ્રત્યે ખ્રિસ્તી અભિપ્રાય શું છે? બાઇબલ આત્મહત્યા વિશે શું કહે છે?

જવાબ


બાઇબલમાં છ એવા લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમણે આત્મહત્યા કરી હતી: અબીમેલેખ (ન્યાયાધીશો-૯:૫૪), શાઉલ (૧ શમુએલ-૩૧:૪), શાઉલનો શસ્ત્રવાહક (૧ શમુએલ–૩૧:૪-૬), અહીથોફિલ (૨ શમુએલ–૧૭:૨૩), ઝિમ્રી (૧ રાજા-૧૬:૧૮), અને યહૂદા (માથ્થી–૨૭:૫). તેમાંથી પાંચ દુષ્ટ, પાપી માણસો હતા (શાઉલના શસ્ત્રવાહક વિશે વધારે લખવાનાં નથી આવ્યું તેથી તેની ઉપર કોઈ દોષ ન લગાવી શકાય). કેટલાંક લોકો સામસૂનને પણ આત્મહત્યા (ન્યાયાધીશો–૧૬:૨૬-૩૧) નું એક ઉદાહરણ માને છે, પણ સામસૂનનું લક્ષ્ય પોતાને મારવાને બદલે પલિસ્તીઓને મારવાનો હતો. આત્મહત્યા એવું કાર્ય છે જેમાં – સ્વયંની હત્યા કરવાની હોય છે. ઇશ્વર જ નિર્ણય કરે છે કે વ્યક્તિએ ક્યારે અને કેવી રીતે મરવું જોઈએ.

બાઇબલ અનુસાર, કોઈનું સ્વર્ગમાં કે નરકમાં જવાનો નિર્ણય એ વાતથી નક્કી નથી થતો કે તેણે આત્મહત્યા કરી છે કે નહી. જો કોઈ એવો વ્યક્તિ આત્મહત્યા કરી જેણે મોક્ષ ન મેળવેલો હોય, તો તેણે બીજું કંઈ નથી કર્યું પણ તેણે નરક તરફની પોતાની યાત્રામાં “ઝડપ” લાવી છે. તેમ છ્તાં, એ વ્યક્તિ જેણે આત્મહત્યા કરી છે ખ્રિસ્તના મોક્ષને અસ્વીકાર કરવા બદલ છેલ્લે તે નરકમાં જ જશે, એટલા માટે નહી કે તેણે આત્મહત્યા કરી છે. બાઇબલ એક ખ્રિસ્તી વિશે શું કહે છે જે આત્મહત્યા કરે છે? બાઇબલ આપણને એવું શીખવે છે કે જે ઘડીએ આપણે ખ્રિસ્ત (યોહાન-૩:૧૬). બાઇબલના અનુસાર, ખ્રિસ્તીઓ કોઈ પણ શંકા વગર એ વાત જાણી શકે છે કે તેમની પાસે અનંતજીવન છે (૧ યોહાન-૫:૧૩). ઇશ્વરના પ્રેમથી એક ખ્રિસ્તને કોઈ અલગ નથી કરી શકતું (રોમન-૮:૩૮-૩૯). જો કિઈ “રચેલી વસ્તુ” એક ખ્રિસ્તીને ઇશ્વરના પ્રેમથી અલગ નથી કરી શકતી, અને ત્યાં સુધી કે એક ખ્રિસ્તી જે આત્મહત્યા કરે છે, તે પણ એક “રચેલી વસ્તુ” છે. તો આત્મહત્યા પણ તેને ઇશ્વરના પ્રેમથી અલગ નથી કરી શકતી. ઇસુ આપણા સર્વના પાપોને કારણે મૃત્યુ પામ્યા, અને જો એક સાચો ખ્રિસ્તી, આત્મિક હુમલાઓના સમયમાં અને નબળાઓમાં, આત્મહત્યા કરે, તો તે પણ એક પાપ છે જે ઇસુના લહૂ થી ઢંકાયેલું છે.

આત્મહત્યા હજી પણ ઇશ્વર વિરુધ્ધ એક ગંભીર પાપ છે. બાઇબલ અનુસાર, આત્મહત્યા છે: તે હંમેશા ખોટું છે. એ વ્યક્તિના વિશ્વાસ વિશે ગંભીર શંકા ઉભી થાય છે જે પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે પણ છતા તે આત્મહત્યા કરે છે. એવી કોઈ પણ પરિસ્થિતિ નથી જે કોઈને તેના માટે સાચું સાબિત કરે, ખાસ કરીને એક ખ્રિસ્તી, જે તેનો/તેણીનો પોતાનો જીવ લે છે. ખ્રિસ્તીઓને પોતાના જીવનોને ઇશ્વરના હાથમાં સમર્પણ કરીને જીવવા માટે તેડવામાં આવ્યા છે. અને તેઓને ક્યારે મરવાનું છે તેનો નિર્ણય ફક્ત ઇશ્વર અને ઇશ્વરના હાથમાં છે. જો કે આ આત્મહત્યાનું વર્ણન નથી કરતું, પણ ૧ કરિંથી–૩:૧૫ કદાચ એક સારું વર્ણન હોઈ શકે છે કે એક ખ્રિસ્તી સાથે શું થાય છે જ્યારે તે આત્મહત્યા કરે છે: “જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકશાન થશે, પણ તે જાતે જાણે કે તે અગ્નિમાંથી બચેલા જેવો થશે”.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

આત્મહત્યા પ્રત્યે ખ્રિસ્તી અભિપ્રાય શું છે? બાઇબલ આત્મહત્યા વિશે શું કહે છે?
© Copyright Got Questions Ministries