settings icon
share icon
પ્રશ્ન

બાઇબલ છાપો/શરીર વીંધવાં વિશે શું કહે છે?

જવાબ


જૂનો કરાર ઇસ્ત્રાએલીઓને આજ્ઞા આપે છે, “મૂએલાઓને લીધે તમારા શરીરમાં ઘા ન પાડો, ને તમારે અંગે કોઈ પણ જાતની છાપો ન મરાવો, હું યહોવા છું” (લેવીય-૧૯:૨૮). તેથી, તેમ છતાં આજના સમયમાં વિશ્વાસીઓ જૂના કરારના નિયમોના આધિન નથી (રોમન-૧૦:૪, ગલાતિ–૩:૨૩-૨૫, એફેસી-૨:૧૫), પણ હકીક્ત એ છે કે શરીર ઉપર છાપ લગાવવાની વિરુદ્ધ આપવામાં આવેલી આજ્ઞા કેટલાંક પ્રશ્નોને જન્મ આપે છે. નવો કરાર એ વિશે કશું જ નથી કહેતો કે એક વિશ્વાસીઓએ શરીર ઉપર છાપ લગાવવી જોઈએ કે નહી.

૧ પિતર–૩:૩-૪ માં આપણી પાસે આ આજ્ઞા છે: “તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાનાં ઘરેણાંનો અથવા જાતજાતનાં વસ્ત્રો પહેરવાનો એવો ન હોય, પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે, તેના અવિનાશી અલંકારનો થાય”. આ ભાગ ખ્રિસ્તી સ્ત્રીઓ તરફ નિર્દેશ કરે છે, પણ અહીંયા એક સિંધ્ધાંત છે જે પ્રસંગવશાત હોઈ શકે: એટલે કે, કોઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ આપણાં ધ્યાનનું કેંદ્ર ન હોવું જોઈએ, “વાળને સજાવવા” અને “સારાં કપડામાં” અને ઘરેણાંઓમાં ઘણો બધો પ્રયત્ન જાય છે, પણ ત્યાં સ્ત્રીની સાચી સુંદરતા રહેલી નથી. તે જ રીતે, છાપો અને શરીર વીંધાવવું એ “બાહ્ય શણગાર” છે, અને આપણે આપણી “આંતરિક જાત” ના વિકાસ માટે વધારે મહેનત કરવા માટે સાવચેત રહેવું જોઈએ, આપણી જાતિ પ્રત્યે ધ્યાન આપ્યા વગર.

છાપ અને શરીર વીંધાવવાના સંબંધમાં, એક સારી કસોટી એ ખાતરી કરવી છે કે, શું આપણે પ્રામાણિકતાથી, સારાં વિવેકથી, ઇશ્વરને એ કહી શકીએ છીએ કે તે આ વિશેષ કાર્ય ઉપર આશિર્વાદ આપે અને તેને પોતાના સારાં ઉદેશ્ય માટે ઉપયોગ કરે. “માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કાંઇ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો” (૧ કરિંથી–૧૦:૩૧). નવો કરાર છાપો અથવા શરીર વીંધાવવા વિરુધ્ધ કોઈ આજ્ઞા નથી આપતો. પણ સાથે જ તે આપણને વિશ્વાસ કરવાનું કોઈ કારણ પણ નથી આપતું કે ઇશ્વર આપણને છાપ લગાડવા અથવા શરીર વીંધાવવા દેશે.

એ વિષયો જેના વિશે બાઇબલ વિશેષ રીતે કંઈ નથી બતાવતી તે માટે એક મહત્વપૂર્ણ પવિત્રશાસ્ત્રીય સિધ્ધાંત એ છે કે જો કોઈ શંકાને સ્થાન હોય કે ઇશ્વર તેનાથી પ્રસન્ન થશે કે નહી, તો તે ઉત્તમ છે કે તમે તે પ્રવૃતિ ન કરો. રોમન- ૧૪:૨૩ આપણને યાદ દેવડાવે છે કે જે કંઇ પણ વિશ્વાસથી નથી આવતું તે પાપ છે. આપણે તે યાદ રાખવાની જરૂર છે કે આપણા શરીર સાથે સાથે આપણા પ્રાણોને પણ છુટકારો આપવામાં આવ્યો છે અને તે ઇશ્વર સાથે જોડાયેલું છે જો કે ૧ કરિંથી-૬:૧૯-૨૦ સીધું છાપો અને શરીર વીંધાવવા માટે લાગુ નથી થતુ, પણ તે આપણને એક સિધ્ધાંત આપે છે: “તમારામાં જે પવિત્ર આત્મા છે જે તમને દેવ પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે, અને તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે દેવ ને મહિમા આપો”. આ મહાન સત્યનો તે વાત સાથે વાસ્તવિક સંબંધ હોવો જોઈએ કે આપણે આપણા શરીર સાથે શું કરીએ છીએ અને ક્યાં જઈએ છીએ. જો આપણા શરીર ઇશ્વર સાથે જોડાએલો હોય, તો આપણે નિશ્ચિત કરી લેવું જોઈએ કે આપણી પાસે તેની ઉપર છાપો અને શરીર વીંધાવવા દ્વારા “નિશાન બનાવતા” પહેલા તેમની યોગ્ય “અનુમતિ” હોવી જોઈએ.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

બાઇબલ છાપો/શરીર વીંધવાં વિશે શું કહે છે?
© Copyright Got Questions Ministries