settings icon
share icon
પ્રશ્ન

હું કેવી રીતે મારા ખ્રિસ્તી જીવનમાં પાપ ઉપર વિજય મેળવી શકું?

જવાબ


આપણા પાપ ઉપર વિજય મેળવવા માટે બાઇબલ અલગ અલગ સાધનોને પ્રસ્તુત કરીને આપણી મદદ કરે છે. આ જીવનકાળમાં, આપણે ક્યારેય સંપૂર્ણરીતે પાપ ઉપર વિજય નહી મેળવી શકીએ. (૧ યોહાન-૧:૮), પણ તે આપણો ધ્યેય હોવો જોઈએ. ઇશ્વરની સહાયતાથી, અને તેમના વચનોના સિધ્ધાંતો ને અનુસરવાથી આપણે પ્રગતિશીલરીતે પાપ ઉપર વિજય મેળવી શકીએ છીએ અને વધારે ને વધારે ખ્રિસ્ત જેવા બની શકીએ છીએ.

પાપ ઉપર વિજય મેળવાના પ્રયત્નોમાં જે પહેલો સ્ત્રોત બાઇબલ દર્શાવે છે તે પવિત્ર આત્મા છે. ઇશ્વરે આપણને પવિત્ર આત્મા આપ્યો છે. જેથી આપણે ખ્રિસ્તી જીવનમાં વિજયી બની શકીએ. ગલાતી–૫:૧૬-૨૫ માં ઇશ્વર શરીરના કર્યો અને આત્માના ફળમાં તુલના કરે છે. આ સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે આપણે આત્માના અનુસાર ચાલીએ. બધા વિશ્વાસીઓને પહેલેથી જ પવિત્ર આત્મા આપવામાં આવ્યો છે. પણ આ સંદર્ભ આપણને કહે છે કે આપણે આત્મામાં ચાલવાની, તેમના નિયંત્રણમાં રહેવાની જરૂર છે. એનો અર્થ એ છે કે આપણે આપણી શરીરની ઇચ્છાઓ પાછળ ચાલવા કરતાં નિરંતર આપણા જીવનમાં પવિત્ર આત્માની પ્રેરણાને પસંદ કરીને તેની પાછળ ચાલવું છે.

જે ભિન્નતા પવિત્ર આત્મા લાવી શકે છે તે પિતર ના જીવનમાં જોઈ શકાય છે જે પવિત્ર આત્માથી પરિપૂર્ણ થયા પહેલાં, ઇસુનો ત્રણ વાર નકાર કર્યો અને તે પછી તેણે કહ્યુ હતું કે મરતાં સુધી તે ખ્રિસ્તની પાછળ ચાલશે. પવિત્ર આત્માથી પરિપૂર્ણ થયા પછી, તેણે યહૂદીઓને પેંતિકોસ્ટના દીવસે ખુલ્લી રીતે અને સાહસથી વાતો કરી. આપણે આત્મા અનુસાર ત્યારે ચાલીએ છીએ જ્યારે આપણે આત્માને હોલવતાં નથી (જેમકે ૧ થેસ્સલોનીક ૫:૧૯ માં કહેવામાં આવ્યુ છે અને તેના બદલે આત્માથી ભરપૂર થવાની શોધ કરીએ છીએ (એફેસી–૫:૧૮-૨૧). એક વ્યક્તિ પવિત્ર આત્માથી કેવી રીતે ભરપૂર થાય છે ? સૌથી પહેલાં, આ ઇશ્વરની ઇચ્છાથી જેમ જુના કરારમાં હતુ, તે પસંદ કરેલા વ્યક્તિઓને પોતાની ઇચ્છાનું કાર્ય પુરુ કરવા માટે પોતાની આત્માથી ભરતાં હતા (ઉત્પતિ–૪૧:૩૮, નિર્ગમન-૩૧:૩, ગણના-૨૪:૨, ૧ શમૂએલ–૧૦:૧૦). એફેસી-૫:૧૮-૨૧ અને ક્લોસ્સી–૩:૧૬ એ વાતનું પ્રમાણ છે કે ઇશ્વર તેવા લોકોને ભરપૂર કરવા માટે પસંદ કરે છે જેઓ પોતાને ઇશ્વરના વચનોથી ભરે છે. આ આપણને આગળના સ્ત્રોત તરફ લઈ જાય છે.

ઇશ્વરનું વચન, બાઇબલ, કહે છે કે ઇશ્વરે આપણને પોતાનું વચન આપ્યું જેથી આપણે સારા કાર્યો માટે તત્પર રહીએ (૨ તિમોથી–૩:૧૬-૧૭). તે આપણને શીખવે છે કે કેવી રીતે જીવવું અને કોના પર વિશ્વાસ કરવો, જ્યારે આપણે ખોટા માર્ગે જઈએ છીએ ત્યારે તે આપણને પ્રગટ કરે છે, તે આપણને સાચા માર્ગ ઉપર પાછા આવવા મદદ કરે છે, અને તે આપણને તે માર્ગ ઉપર બની રહેવા માટે મદદ કરે છે. હિબૂ–૪:૧૨ આપણને કહે છે કે ઇશ્વરનું વચન જીવતું અને સામર્થી, છે, અને આપણા મનના અંતરને મૂળથી ઉખાડી ફેકવાની યોગ્યતા ધરાવે છે, અને હ્ર્દય અને વ્યવહારના ઉંડા પાપો ઉપર વિજય મેળવે છે, ગીતકાર તેના જીવન બદલનારા સામર્થ વિશે ગીતશાત્ર–૧૧૯ માં ઉડાણથી વાત કરે છે. યહોશુંઆને કહેવામાં આવ્યું હતુ કે તેના દુશ્મનો ઉપર તેની વિજયની ચાવી આ સ્ત્રોત ને ન ભુલવામાં નથી પરંતું તેના પર રાત-દિવસ મનન કરવામાં અને તેની આજ્ઞા પાળવામાં હતું. આ કાર્ય તેણે કર્યું, ત્યાં સુધી કે જ્યારે ઇશ્વર તેને કંઈક કરવાનો આદેશ આપતા હતા. તેમાં કોઈ લશ્કરીય તાત્પર્ય ન હતું, અને આ વાયદાના દેશ માટે તેના યુધ્ધોમાં વિજયની ચાવી હતી.

બાઇબલ એક એવો સ્ત્રોત છે જેને આપણે પણ ઘણીવાર હળવાશથી લઈએ છીએ. આપણે તેની ઔપચારિક સેવા બાઇબલને આપણી સાથે મંડળીમાં લઈ જવા દ્વારા દરરોજ તેનું મનન કરવા દ્વાર અથવા એક દિવસમાં એક અધ્યાય વાંચવા દ્વારા કરીએ છીએ, પણ આપણે તેને યાદ રાખવામાં, તેનું મનન કરવામાં, અને આપણા જીવનમાં લાગુ કરવામાં નિષ્ફળ જઈએ છીએ: તેના દ્વારા પ્રગટ કરવામાં આવેલા પાપોનો અંગીકાર કરવામાં અને તેના દ્વારા પ્રગટ કરવામાં આવેલા વરદાનો માટે ઇશ્વરની સ્તુતિ કરવામાં નિષ્ફળ જઈએ છીએ. જ્યારે બાઇબલની વાત આવે છે, ત્યારે ઘણીવાર આપણે અત્યંત દુર્બળ અથવા તો તેના વિપરીત થઈ જઈએ છીએ. આપણે ફક્ત વચનમાંથી એટલું જ ખાઈએ છે જે આપણને આત્મિક રીતે જીવતા રાખે (પરંતુ ક્યારેય એટલું વધારે ખાતા નથી જેનાથી આપણે સ્વસ્થ, ઉન્નતિશીલ ખ્રિસ્તી બનીએ) અથવા આપણે વારંવાર તે ખાવા માટે આવીએ છીએ પણ ક્યારેય તેમાંથી આત્મિક પોષણ મેળવવા માટે મનન નથી કરતાં.

તે મહત્વનું છે, જો તમારી દરરોજ ઇશ્વરના વચનનું અભ્યાસ કરવાની અને તેને યાદ રાખવાની ટેવ નથી, તો તમે તેવું કરવાનું શરૂ કરી દો. કેટલાંક લોકોને રોજની નોંધ કરવાથી તે મદદરૂપ થયું છે. આદત બનાવો કે ત્યાં સુધી તમે વચનને નહી છોડો જ્યાં સુધી તેમાંથી તમે કંઈક પ્રાપ્ત કરેલું લખી ન લો. કેટલાક ઇશ્વરને કરેલી પ્રાર્થનાઓને, લખે છે, તેમની પાસે તેવી માંગણી કરતાં કે તે તેઓને એક ક્ષેત્ર માં બદલાવવા માટે મદદ કરે જેના વિશે તેઓએ તેમને વાત કરી છે. બાઇબલ એવું હથિયાર છે જે આત્મા આપણા જીવનોમાં ઉપયોગ કરે છે (એફેસી-૬:૧૭), હથિયારનો ખૂબ જ મહત્વનો અને મૂખ્ય ભાગ એ છે કે ઇશ્વરે આપણને તે આત્મિક યુધ્ધ લડવા માટે આપ્યુ છે (એફેસી-૬:૧૨-૧૮).

પાપ સામેના આપણ ત્રીજો મહત્વ નો સ્ત્રોત પ્રાર્થના છે. ફરીથી, આ એક એવો સ્ત્રોત છે જેનો ખોટુ સમ્માન કરતાં ખ્રિસ્તીઓ તેનો ખોટો ઉપયોગ કરે છે. આપણી પાસે પ્રાર્થના સભાઓ, પ્રાર્થના નો સમય, વગેરે છે, પણ આપણે તેનો ઉપયોગ એવી રીતે નથી કરતાં જેવી રીતે શરૂઆતની મંડળી કરતી હતી (પ્રે.કૃ.–૩:૧, ૪:૩૧, ૬:૪, ૧૩:૧-૩). પાઉલ વારંવાર એવો ઉલ્લેખ કરે છે કે કેવી રીતે તે તેઓના માટે પ્રાર્થના કરતો હતો જેની તે સંભાળ રાખતો હતો. ઇશ્વરે આપણને પ્રાર્થનાના વિષયમાં અદભૂત વાયદાઓ કર્યા છે (માથ્થી–૭:૭-૧૧, લૂક–૧૮:૧-૮, યોહાન-૬:૨૩-૨૭, ૧ યોહાન-૫:૧૪-૧૫), અને પાઉલે આત્મિક યુધ્ધની તૈયારી ઉપર પોતાના સંદર્ભમાં પ્રાર્થના ને સામિલ કરી દીધી (એફેસી-૬:૧૮).

આપણા જીવનોમાં પાપ ઉપર વિજય મેળવવા પ્રર્થના કેટલી મહત્વ ની છે? આપણી પાસે ગેથશેમાનેના બગીચામાં પિતર ને કહેલા ખ્રિસ્તના શબ્દો છે, પિતરના નકાર કરવાની પહેલાં જ્યારે ઇસુ પ્રાર્થના કરી રહ્યો હતો, ત્યારે પિતર ઉઘે છે. ઇસુએ તેને ઉઠાડ્યો અને કહ્યુ, “જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરિક્ષણમાં ન આવો, આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે”. (માથ્થી–૨૬:૪૧). આપણે પિતરની જેમ, જે સાચું છે તે કરવાની ઇચ્છા રાખીએ છીએ પણ તે કરવાની શક્તિ નથી મેળવતા. આપણે ઇશ્વરની ચેતવણીની જરૂર છે જેથી આપણે શોધતા રહીએ, ખટખટાવતા રહીએ, માંગતાં રહીએ - અને તે આપણને સામર્થ આપશે જેની આપણને જરૂર છે (માથ્થી- ૭:૭). પ્રાર્થના કોઈ જાદુઇની રીત નથી. પ્રાર્થના તો આપણી પોતાની સીમાઓ અને ઇશ્વરની ક્યારેય ન રોકાનારી સામર્થને ઓળખવું છે અને જે આપણે ઇચ્છીએ છીએ તે નહી. જે ઇશ્વર ઇચ્છે છે તે કાર્ય કરવાની સામર્થ માટે તેમની તરફ ફરવું છે (૧ યોહાન-૫:૧૪-૧૫).

પાપ ઉપર વિજય મેળવવાના આપણા યુધ્ધમાં ચોથું સ્ત્રોત મંડળી, વિશ્વાસીઓની સંગતિ જ્યારે ઇસુએ પોતાના શિષ્યોને પ્રચાર કરવા માટે મોકલ્યા, ત્યારે તેણે બે-બેની જોડીમાં મોકલ્યા (માથ્થી-૧૦:૧). જ્યારે આપણે પ્રે.કૃ. માં મિશનરી યાત્રાને જોઈએ છીએ તો તેઓ પ્રચાર કરવા એકલા ન હોતા જતા, પણ બે અથવા વધારે લોકોના જૂથમાં જતા. ઇસુએ આપણને એ આજ્ઞા આપી છે કે આપણે સંગતિ કરવાનું ન છોડીએ, પણ તે સમયને એક બીજા પ્રત્યે પ્રેમ અને સારાં કાર્યોના પ્રોત્સાહનમાં ઉપયોગ કરીએ (હિબ્રૂ-૧:૨૪-૨૫). તે આપણને કહે છે કે આપણે એકબીજા સમક્ષ આપણાં પાપોની કબૂલાત કરીએ (યાકૂબ-૫:૧૬). જૂના કરારનાં પુસ્તકોમાં, આપણને કહેવામાં આવ્યું છે કે જેમ લોઢું લોઢાને તેજદાર બનાવે છે, તેમ જ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે (નીતિવચન-૨૭:૧૭). જૂથમાં સામર્થ રહેલું છે (સભાશિક્ષક-૪:૧૧-૧૨).

ઘણા બધાં વિશ્વાસીઓએ એવું જાણ્યુંકે એક જવાબદાર સાથીનું હોવું હઠીલા પાપો ઉપર વિજય મેળવવામાં મદદગાર થાય છે. એક એવા સાથીનું હોવું જે તમારી સાથે વાત કરી શકે, પ્રાર્થના કરી શકે, તમને ઠપકો પણ આપી શકે. પ્રલોભન એ આપણા સૌ માટે સામાન્ય વાત છે (૧કરિંથી-૧:૧૭). એ સૌથી હઠીલા પાપો ઉપર વિજય મેળવવા માટે ઉત્સાહ અને પ્રેરણા માટેનો અંતિમ ખોરાક આપી શકે છે જેની આપણને જરૂર હોય.

ઘણીવર પાપ ઉપર વિજય તરત જ મળી જાય છે. ઘણીવાર, વિજય ધીરે ધીરે મળે છે. ઇશ્વરે આપણને વાયદો કર્યો છે કે જ્યારે પણ આપણે તેમના સ્ત્રોતોનો ઉપયોગ કરીશું, તો તે પ્રગતિશિલ રીતે આપણા જીવન માં બદલાવ લાવશે. આપણે આપણાં પ્રયત્નોમાં લાગૂ રહીશુ કારણકે તે પોતાના વાયદામાં પ્રત્યે વિશ્વાસ યોગ્ય છે.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

હું કેવી રીતે મારા ખ્રિસ્તી જીવનમાં પાપ ઉપર વિજય મેળવી શકું?
© Copyright Got Questions Ministries