settings icon
share icon
પ્રશ્ન

સ્ત્રીઓ પાળક/પ્રચાર? બાઇબલ સેવામાં સ્ત્રીઓ વિશે શું કહે છે?

જવાબ


કદાચ આજે ચર્ચમાં સ્ત્રીઓનું પાળક/પ્રચારકના રૂપમાં સેવા કરવું તેનાથી મોટો વિવાદ બીજો કોઈ નથી. પરિણામ સ્વરૂપે, એ ખૂબજ મહત્વનું છે કે આપણે આ વિષયને પ્રુરુષ વિરુધ્ધ સ્ત્રીઓ તેવી રીતે ન જોવો જોઈએ. તેવી સ્ત્રીઓ છે જે વિશ્વસ કરે છે કે સ્ત્રીઓએ પાળકોના રૂપમાં સેવા ન કરવી જોઈએ અને બાઇબલ સ્ત્રીઓન સેવા પર પ્રતિબંધ લગાવે છે, અને એવા પ્રુરુષો છે જે વિશ્વાસ કરે છે કે સ્ત્રીઓ પ્રચારક ના રૂપમાં સેવા કરી શકે છે અને તેથી સ્ત્રીઓની સેવામાં કોઈ પ્રતિબંધ નથી. આ કોઈ નિષ્ઠા કે ભેદભાવનો વિષય નથી. આ બાઇબલના ખુલાસાનો વિષય છે.

આ મનુષ્ય સૃષ્ટિ કરવાનું અને પાપોનું સંસારમાં પ્રવેશ કરવાનું પરિણામ છે (૧ તિમોથી–૨:૧૩-૧૪). ઇશ્વર, પાઉલ દ્વારા, સ્ત્રીઓને પુરુષો ઉપર શિક્ષા દેવાનો અને/અથવા આત્મિક અધિકાર ચલાવવા ઉપર પ્રતિબંધ મૂકે છે. આ સ્ત્રીઓને પુરુષો ઉપર પાળકીય સેવા કરવાની મનાઇ કરે છે, જેમાં ચોક્ક્સ પણે તેઓને પ્રચાર કરવો, જાહેઅરમાં શિક્ષા આપવી, અને તેઓની ઉપર આત્મિક અધિકારો ચ્લાવવા સામેલ છે.

સ્ત્રીઓનું પાળકીય સેવામાં હોવા ઉપર ઘણાં બધાં વિરોધો છે. એક સામાન્ય વિરોધ એ છે કે પાઉલે સ્ત્રીઓ ઉપર શિક્ષા આપવાનો પ્રતિબંધ મૂક્યો કારણકે પહેલી સદીમાં, સ્ત્રીઓ સામાન્ય રીતે અભણ હતી, તથાપિ ૧ તિમોથી-૨:૧૧-૧૪ અહીંયા, શૈક્ષણિક સ્તરનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. જો સેવા માટે શિક્ષણની યોગ્યતા હોત, તો ઇસુના મોટા ભાગના શિષ્યો તે માટે યોગ્ય ન હોત. બીજો સામાન્ય વિરોધ એ છે કે પાઉલ ફક્ત એફેસસ ની સ્ત્રીઓ ઉપર જ પ્રતિબંધ લગાવે છે (૧ તિમોથી નો પત્ર તિમોથી ને લખવામમાં આવ્યો હતો, જે એફેસસની મંડળીનો પાળક હતો). એફેસસ પોતાના અરતિમિસના મંદિરો માટે જાણીતું હતું, અને સ્ત્રીઓ મૂર્તિપૂજા ની તે શાખાની અધિકારીઓ હતી. તેથી, વિચાર એવો જોઈ શકાય છે કે, પાઉલ ફક્ત એફેસસના મૂર્તિપૂજક સ્ત્રી – સમુદાયને વિરુધ્ધમાં જ બોલે છે, અને મંડલળીને ભિન્ન થવાની જરૂર હતી, પણ તેમ છતાં, ૧ તિમોથીની પુસ્તક ક્યાંય પણ અરતિમિસનો ઉલ્લેખ નથી અક્રતી. અને પાઉલ પણ ૧ તિમોથી-૨:૧૧-૧૨ માં અરતિમિસના આરાધકોની પ્રથા તે માટેનું કારણ છે તેવો ઉલ્લેખ નથી કરતો.

ત્રીજો વોરોધ એ છે કે પાઉલ ફક્ત પતિ અને પત્નિઓને જ સંબોધે છે, સામાન્ય રીતે પુરુષો અને સ્ત્રીઓ નહી, “સ્ત્રી” અને “પુરુષ” માટેનો ગ્રીક શબ્દ ૧ તિમોથી ૨ અધ્યાયમાં પતિ અને પત્નિઓ તરીકે લઈ શકાય છે.

જો કે, તે શબ્દનો મૂળભુત અર્થ તેના કરતા બહોળો છે. તેનાથી આગળ, એ જ ગ્રીક શબ્દ ૮-૧૦ કલમોમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. શું ફક્ત પતિઓને જ પવિત્ર હાથો ઉઠાવીને ક્રોધ અને વિવાદ વગર પ્રાર્થના કરવા માટે કહેવામાં આવ્યું છે. (કલમ ૮)? શું ફક્ત પત્નિઓએ જ વિનયશીલ કપડાં પહેરવાનું, સારા કાર્યો કરવાનું, અને ઇશ્વરની આરાધના કરવાનું (કલમ- ૯-૧૦)? ના તેવું નહી જ. કલમ ૮-૧૦ સ્પષ્ટ રીતે સામાન્ય પુરુષો અને સ્ત્રીઓને સંબોધિત કરે છે, ફક્ત પતિ અને પત્નિઓને નહી. કલમ–૧૧-૧૪ ના સંદર્ભનાં એવું કધું જ નથી જે ફક્ત પતિ અને પત્નિઓ તરફ સંકેત કરે.

સ્ત્રીઓની પાળકીય સેવાના વિષયમાં આ વ્યાખ્યા ઉપર એક બીજો વિરોધ છે ખાસકરીને તે સ્ત્રીઓ પ્રત્યે જેઓએ બાઇબલમાં આગેવાનીની પદવી સંભાળી હતી, ખાસકરીને મરિયમ, દબોરાહ અને હુલ્દાહ જૂના કરારમાં. તે સત્ય છે કે આ સ્ત્રીઓ ઇશ્વરના કાર્ય માટે તેમના દ્વારા પસંદ કરાએલી હતી અને તેઓ વિશ્વાસ, ઉત્સાહ, અને, હા, આગેવાનીનો ઉત્તમ નમૂના રૂપ બની, તેમ છ્તાં, જૂના કરારમાં સ્ત્રીઓનો અધિકાર મંડળીના પાળકોના વિષયમાં પ્રાસંગિક નથી. નવાં કરારમાં પત્રો ઇશ્વરના લોકો માટે નવો નમૂનો રજૂ કરે છે- મંડળી, ખ્રિસ્તની દેહ- અને તે નમૂનામાં મંડળીના અધિકારોનુ માળખું સામેલ છે, આ ઇસ્ત્રાએલ રાષ્ટ્ર કે બીજા જૂનાં કરારની સતા માટે નથી.

આવી જ દલીલ નવાં કરારમાં પ્રિસ્કિલા અને ફેબી માટે ઉપયોગ કરવામાં આવી છે. પ્રે.કૃ. ૧૮ માં, પ્રિસ્કિલા, અને આકુલાસને ખ્રિસ્તના વિશ્વાસ યોગ્ય સેવકોના રૂપમં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પ્રિસ્કિલાનું નામ પહેલાં લેવામાં આવ્યું છે, થઈ શકે તે સેવામાં પોતાના પતિ કરતાં વધારે મહત્વ રાખતી હોય. શું પ્રિસ્કિલા અને તેના પતિએ અપોલોસને સુવાર્તા શીખવી હતી? હા, તેઓનાં ઘરમાં તેઓ “દેવના માર્ગનો વધારે ચોકસાઇથી ખુલાસો આપ્યો” (પ્રે.કૃ.-૧૮:૨૬). શું બાઇબલ કયારેય એવું કહે છે કે પ્રિસ્કિલા એ મંડળીમા પાળક્નું કાર્ય કર્યું છે કે જાહેરમાં શિક્ષણ આપ્યું છે કે સંતોની સભાની આગેવાન બની છે? ના, જ્યાં સુધી આપણે જાણીએ છીએ, પ્રિસ્કિલા ૧ તિમોથી-૨:૧૧-૧૪ ના વિરિધાભાસમાં કોઈ પ્રકારની સેવાકીય પ્રવૃતિમાં કાર્યરત ન હતી.

રોમન-૧૬:૧ માં, ફેબી ને મંડળીમાં “ડીકન” (અથવા સેવક) કહીને બોલાવવામાં આવે છે અને પાઉલ દ્વારા તેની ઉચ્ચ ભલામણ કરવામાં આવી છે. પણ, પ્રિસ્કિલા સાથે, પવિત્ર શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી કે ફેબી પુરુષોના મંડળીમાં એક પાળક કે શિક્ષક હતી. “ભણાવવામાં સક્ષમ” એ એક યોગ્યતા છે જે પ્રૌઢ ને આપવામાં આવે છે, ડીકનોને નહી (૧ તિમોથી-૩:૧-૧૩, તિતસ -૧:૬-૯).

૧ તિમોથી–૨:૧૧-૧૪ નું માળખું આ કારણને પૂર્ણ રીતે સ્પષ્ટ કરે છે કે શા માટે સ્ત્રીઓ મંડળીની પાળક ન હોઈ શકે. કલમ ૧૩ “માટે” શબ્દ થી શરૂ થાય છે, અને કલમ ૧૧-૧૨ માં આપેલા પાઉલના કથનના “કારણ” ને બતાવે છે. શા માટે સ્ત્રીઓ શીખવે નહી અને પુરુષો ઉપર અધિકાર ન ચલાવે? કારણકે “આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા: અને આદમ છેતરાયો નહી, પણ સ્ત્રી છેતરાઇને પાપમાં પડી” (કલમ-૧૩-૧૪). ઇશ્વરે સૌ પ્રથમ આદમને બનાવ્યો પછી આદમની “સહાયક” બનવા હવાને બનાવી. સૃષ્ટિ નો ક્રમ પરિવારમાં (એફેસી-૫:૨૨-૨૩) અને મંડળીમાં સાર્વત્રીક રીતે લાગુ થાય છે, ૧ તિમોથી–૨:૧૪ પણ આપવામાં આવ્યું છે કે તે સત્ય છે કે હવાને છેતરવામાં આવી હતી અને તે જ કારણ છે કે સ્ત્રીઓ પાળક ના રૂપમાં સેવા કે પુરુષો ઉપર આત્મિક અધિકાર ન ચલાવી શકે. તેનો અર્થ એવો નથી કે સ્ત્રીઓ ખૂબ જ ભોળી–ભાળી હોય છે કે તે પુરુષોની સરખામણીમાં સરળતાથી છેતરાઇ જાય છે. જો દરેક સ્ત્રીઓ ખૂબ જ સરળતાથી છેતરાઈ જાય છે તો, શા માટે તેઓને બાળકોને શીખવવાની અનુમતી આપવામાં આવી (જે સરળતાથી છેતરાઇ જાય છે) અને બીજી સ્ત્રીઓ (જે સામાન્ય પણે માનવામાં આવે છે કે સરળતાથી છેતરાઇ જાય છે?) પવિત્રશાસ્ત્ર ફક્ત એવું કહે છે કે સ્ત્રીઓને પુરુષોને શીખવવાનું કે પુરુષો ઉપર આત્મિક અધિકાર ચ્લાવવાની ના પાડવામાં આવી છે કારણકે હવાને છેતરવામાં આવી હતી, ઇશ્વરે પુરુષોને મંડળીમાં શિક્ષણ આપવાનો પ્રાથમિક અધિકાર આપ્યો છે.

ઘણી સ્ત્રીઓ પરોણાગત, દયા, શિક્ષણ, સુવાર્તા પ્રચાર, અને મદદના વરદાનોમાં શ્રેષ્ઠ છે. સ્થાનિક મંડળી ની ઘણી ખરી સેવાઓ સ્ત્રીઓ ઉપર આધારિત હોય છે. મંડળીમાં સ્ત્રીઓ પર જાહેરમાં પ્રાર્થના કે પબોધ કરવાનો પ્રતિબંધ નથી (૧ કરિંથી–૧૧:૫), ફક્ત પુરુષો ઉપર આત્મિક અધિકાર ને શિક્ષણ આપવા માટે પ્રતિબંધ છે. બાઇબલ ક્યાંય સ્ત્રીઓને પવિત્ર આત્માના વરદાનોનો અભ્યાસ કરવાથી નથી રોકતી (૧ કરિંથી–૧૨). સ્ત્રીઓને, પુરુષો જેટલું , બીજાઓની સેવા કરવા, આત્માના ફળોને પ્રદર્શિત કરવા (ગલાતી-૫:૨૨-૨૩), અને ખોવાયેલાઓને સુવાર્તા ની ઘોષણા કરવા માટે (માથ્થી-૨૮:૧૮-૨૦, પ્રે.કૃ.-૧:૮, ૧ પિતર–૩:૧૫) કહેવામાં આવ્યું છે.

ઇશ્વરે એવું નિયુક્ત કર્યું છે કે ફક્ત પુરુષો જ મંડળીમાં આત્મિક શિક્ષણ અધિકાર પદવી સંભાળશે. એવું એટલા માટે નથી કે પુરુષ આવશ્યક રૂપમાં વધારે સારા શિક્ષક છે અને સ્ત્રીઓ નિમ્ન સ્તરની કે ઓછી બુધ્ધિમાન છે (જ્યારે આવું નથી) આ તો ફક્ત એક સામાન્ય રીત છે જે ઇશ્વરે મંડળીને કાર્ય કરવા માટે બનાવી છે. પુરુષો એ પોતાના જીવનમાં અને પોતાના શબ્દો દ્વારા – આત્મિક માર્ગદર્શન માં એક ઉદાહરણ બનવાનું છે. સ્ત્રીઓ ને બીજી સ્ત્રીઓને શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે (તિતસ-૨:૩-૫). બાઇબલ સ્ત્રીઓને બાળકોને પણ શિક્ષણ આપવા ઉપર પ્રતિબંધ નથી લગાડતી. ફક્ત એક જ કાર્ય જેના માટે સ્ત્રીઓ પર પ્રતિબંધ છે તે શિક્ષણ આપવું અને પુરુષો પર પાળકના કર્ય માટે ના પાડે છે. આ કોઈપણ રીતે સ્ત્રીઓને ઓછા મહત્વની સાબિત નથી કરતા, પણ તેઓને ઇશ્વરની યોજના અને વરદાનો અનુસાર સેવા પર ધ્યાન કેંદ્રિત કરવા માટે સહમતિ આપે છે.

English



ગુજરાતી મુખ્ય પૃષ્ઠ પર પરત

સ્ત્રીઓ પાળક/પ્રચાર? બાઇબલ સેવામાં સ્ત્રીઓ વિશે શું કહે છે?
© Copyright Got Questions Ministries